GUJARATNANDODNARMADA

નર્મદા : કોંગ્રેસને રામ ગામ અને કામથી તકલીફ છે : રાજપીપળા પત્રકાર પરિષદમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ 

કોંગ્રેસને રામ ગામ અને કામથી તકલીફ છે : રાજપીપળા પત્રકાર પરિષદમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

“વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન”ની ગેરંટીરૂપ વિબી જી રામજી યોજનાના અમલ અને તેના લાભોની માહિતી આપવા માટે આજે કમલમ રાજપીપલા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ,જિલ્લા પ્રમુખ નીલ રાવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી, હર્ષદભાઈ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા, મહામંત્રી વિક્રમ તડવી અને બીજેપી હોદ્દેદારો હાજર રહ્યા હતા. પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે વિબી જી રામજી યોજના હેઠળ રાજ્યના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં રોજગાર અને આજીવિકાના નવા અવસરો સર્જાશે અને ગરીબ, શ્રમિક, ખેડૂત તેમજ યુવાનોને સીધો લાભ મળશે.

 

મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ યોજના દ્વારા કામ માંગનારને નક્કી સમયગાળામાં રોજગારીની ગેરંટી આપવામાં આવશે, જેના કારણે લોકોના આવકના સ્તરમાં વધારો થશે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનો માર્ગ ખુલશે. સાંસદ મનસુખ વસાવાએ યોજના અંગે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ યોજના ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિકાસને નવી ગતિ આપશે.ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે વિબી જી રામજી યોજના માત્ર રોજગાર પૂરતી સીમિત નથી, પરંતુ આજીવિકાના ટકાઉ સાધનો ઉભા કરીને સામાજિક અને આર્થિક સશક્તિકરણનું મજબૂત સાધન બનશે.

અંતમાં પત્રકાર પરિષદમાં ઉપસ્થિત મહેમાનોએ વધુમાં જણાવ્યું હતું કે “વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે આ યોજના એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને સામાન્ય જનતા માટે લાભદાયી બનશે ઉપરાંત કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરે છે તેવા આક્ષેપ કરતા કોંગ્રેસને રામ ગામ અને કામથી તકલીફ છે તેમ જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!