DEDIAPADAGUJARATNARMADA

નર્મદા જિલ્લા ભાજપ નવા પ્રમુખ નું ડેડીયાપાડા ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો

નર્મદા જિલ્લા ભાજપ નવા પ્રમુખ નું ડેડીયાપાડા ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો.

તાહિર મેમણ – ડેડીયાપાડા -26/03/2025 – નર્મદા જિલ્લાના ડેડીયાપાડા નર્મદા જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે ડેડીયાપાડા માં સ્થાનિક બીજેપી દ્વારા ભવ્ય રેલીનું આયોજન કર્યું છે. ડીજેના તાલે ભાજપના જિલ્લા પ્રમુખ અને અન્ય નેતાઓએ લોકોનું અભિવાદન પણ જીલ્યું હતું આ રેલી ની અંદર મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને સ્થાનિકો જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી એ ડેડીયાપાડામાં આ રેલી કાઢવાનો મુખ્ય તો એ હતો કે ભાજપના નવા પ્રમુખ બન્યા છે તેમનું સ્વાગત પરંતુ સાથે સાથે શક્તિ પ્રદર્શન કરી ભાજપના યુવા નેતા અને યુવા કાર્યકરો ની અંદર એક નવો જોમ જુસ્સો પાડવા માટે આ રેલીનું આયોજન કરાયું છે. – નર્મદા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ નીલ રાવના નેતૃત્વમાં ડેડીયાપાડા ખાતે ભવ્ય સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પારસી ટેકરાથી પીઠા ગ્રાઉન્ડ સુધી નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જોડાયા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્યના વિસ્તારમાં યોજાયેલી આ રેલીમાં ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું. નીલ રાવે જણાવ્યું કે, ભાજપ શીર્ષ નેતૃત્વે યુવાનને જવાબદારી સોંપી છે.

તેમણે વિપક્ષ પર આરોપ મૂક્યો કે સત્તા ગુમાવવાના ડરથી તેઓ ખોટી રજૂઆતો કરી રહ્યા છે.નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ શીશ નેતૃત્વએ યુવાને પ્રમુખ બનાવ્યા એટલે અમારી સાથે યુવાનો વૃદ્ધિ અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા તેમનાં પ્રેમથી સન્માન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા જેથી પોતાની ખુરસી અને સત્તા જવાની વિપક્ષને ડર લાગતા રેલી વિરુદ્ધ ખોટી રજૂઆતો કરી પોતાની ગંદી રાજનીતિ કરી રહ્યા છે. ભાજપ રેલી જતી હોય તો હબબ…બોલાવવું શું સાબિત કરવા માંગો છે? બિલાડીના ટોપ જેવા ફૂટી નીકળેલા આ નેતા આવી ગંદી રાજનીતિ કરતા પહેલા એકવાર ચેતીને રેજો, તમારી સામે હવે નીલ રાવ છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવી બતાવીશું.

Back to top button
error: Content is protected !!