કાંકરેજ તાલુકાના દુદાસણમાં આર્મીમેનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..
પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતો કાંકરેજ તાલુકાના દુદાસણનો કિશન પ્રજાપતિ..
——————————
કાંકરેજ તાલુકાના દુદાસણ ગામના પ્રજાપતિ કિશન વેલાભાઈ ધોરણ ૧ થી ૯ દુદાસણ,ધોરણ ૧૦ થી ૧૨ ગાયત્રી વિદ્યાલય કંબોઈમાં શિક્ષણ પ્રાપ્ત કરી શ્રી એન્ડ શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ પાટણ ખાતે બી.એ.કરી મહારાષ્ટ્રના નાસિક ખાતે ગત તા. ૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૪/૦૬/૨૦૨૪ સુધી ૭ મહિનાની આર્મીમાં (અગ્નિવીર) ટ્રેનીંગ પૂર્ણ કરી આજરોજ તા.૦૬/૦૬/૨૦૨૪ ના રોજ માદરે વતન દુદાસણ ખાતે પધારતા ગ્રામજનો દ્વારા ભવ્ય બાઈક રેલી દ્વારા કિશન વેલાભાઈ પ્રજાપતિ તથા અંકેશજી ભવનજી ઠાકોરનું સ્વાગત કર્યું હતું.બંને આર્મીઓએ માતા-પિતાને સલામી આપી આર્શીવાદ લીધા હતા.ત્યારે વિશાળ સંખ્યામાં પ્રજાપતિ તથા ઠાકોર સમાજ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા. વેલાભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મારો પુત્ર કિશન માઁ
ભોમની રક્ષા માટે જવાનો છે તેને મારા ગામ તથા શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ સહિત સમગ્ર સમાજનું ગૌરવ વધારતા હું ગૌરવ અનુભવું છું. મારા પુત્રનું સન્માન કરવા આવેલ દરેકનો હું આભાર માનું છું.
નટવર.કે.પ્રજાપતિ,થરા