
નર્મદા જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા જીતનગર એન.સી.સી. કેમ્પ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો
રાજપીપળા : જુનેદ ખત્રી
તારીખ 26 જુલાઈ, 2025ના રોજ જીલ્લા ટ્રાફિક શાખા, નર્મદા દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું જીતનગર એન.સી.સી. કેમ્પ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. જી. ખોથના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન વિંગ કમાન્ડર પવન ગોયલ તથા લેફ્ટનન્ટ વિશાલ મકવાણાની ઉપસ્થિતિ રહી હતી. એન.સી.સી. કેડેટ્સને ટ્રાફિક નિયમોની માહિતી આપીને તેનો જાગૃતિપૂર્વક પાલન કરવા માટે હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ અને કોન્સ્ટેબલ દીપાભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેડેટ્સને માર્ગ સુરક્ષા, વાહન ચાલકોના કાયદેસર કૃત્યો તથા સામાન્ય વાહન વ્યવહારના નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે એન.સી.સી. કેમ્પના સ્ટાફ દ્વારા ટ્રાફિક શાખાને પ્રોત્સાહન કીટ આપી અભિવાદન કરી આવાં કાર્યક્રમો સતત યોજવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગે જાગૃતિ ફેલાવી સુરક્ષિત વાહન વ્યવહાર માટે સહાયક સાબિત થાય છે.




