નર્મદા: તિલકવાડાના ઉતાવળીથી થયેલ સોલાર કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, વડોદરાના ચાર આરોપીને એલસીબી નર્મદાએ ઝડપી લીધા
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જીલ્લાના તિલકવાડા પો.સ્ટે. વિસ્તારના ઉતાવળી ગામે આવેલ ટેરાવોન ગ્રીન એન્જીસ લીમીટેડ નામની કંપનીમાં સોલાર પ્લાન્ટના વાયર ૨૫૦૦ મીટર જેની કિંમત રૂપિયા ૧.૩૭ લાખ ની ચોરીનો બનાવ બનવા પામેલ હતો જે બાબતે તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી
સમગ્ર ઘટનાની તપાસ એલસીબી પીએસઆઇ ડી.આર.રાઠોડ, તથા પીએસઆઇ જે.આર.ડામોર, નાઓની બે અલગ અલગ ટીમો બનાવી જીલ્લાના ખાનગી તથા સરકારી સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતાં ટાવર ડમ્પ એનાલીશીસ કરવામાં આવેલ જેમા હ્યુમન્સ સોર્સથી માહીતી મળેલ કે અમુક ઈસમો વાયરોનું ગુંચળુવાળી અલગ અલગ મીણીયા કોથળામાં ભરી એક એક્ટીવા ઉપર લઇને પોઇચાથી રાજપીપળા તરફ આવી રહેલ છે. જે માહીતી આધારે રાજપીપળા રંગાવધૂત ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી એક્ટીવા ઉપર બે ઇસમો વચ્ચેના ભાગે મીણીયા કોથળા મુકી આવતા પકડી લીધા જેમની પૂછપરછ અને તપાસ બાદ જણાવેલ છે કે પોતે બન્ને તથા બીજા પોતાના મિત્રો સાથે મળીને તા.૦૯/૦૮/૨૦૨૫ ના મોડા રાત્રીના સમયે તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટ માંથી વાયરો કાપીને ચોરેલ અને આ ચોરી કરવામાં તેઓની સાથે અન્ય બે લોકો પણ હતા જેઓ હાલ રાજપીળા બસ સ્ટેન્ડની બહાર બેઠા છે. તેઓ અને ચારેય જણા સવારે ભંગારની દુકાનમાં વેચીને જવાના હતાં તેમ જણાવતાં તેઓને સાથે રાખીને ત્યાંથી બે ઇસમોને એમ કુલ ચાર આરોપીઓ ૧) ઇર્ષાદઅલી નૌશાદઅલી અલી ઉ.વ.૩૨ રહે. (૨) સાહિલ હાસીમભાઇ મલેક (૩) બિલાલ રિયાઝભાઇ ચિસ્તી (૪) તહેજીબ મો.ઇસ્માઇલ ખલીફા ચારેય રહે. વડોદરા પકડીને કિ.રુ.૬૦,૭૭૫/- વાયર તથા એક એક્ટીવા મળી કુલ કિં.રૂ.૮૫,૭૭૫/- નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે