કાંકરેજ તાલુકાનાવરસડાના અને ભાભાર આરોગ્યમા સુપર વાઈઝર તરીકે સેવા આપતાં કર્મચારીનો વય નિવૃત ભાવ વંદના અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો..
કાંકરેજ તાલુકાના વરસડાના વતની પ્રજાપતિ અમૃતભાઈ ગાંડાભાઈએ શિક્ષણ પ્રાપ્ત કરી તા.૦૫/૦૧/૧૯૮૯ મા આરોગ્ય સેવાના ક્ષેત્રમાં મ.પ.હે.વ.તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થરા,મ.પ. હે.સુ.તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉણ
વરસડાના અને ભાભાર આરોગ્યમા સુપર વાઈઝર તરીકે સેવા આપતાં કર્મચારીનો વય નિવૃત ભાવ વંદના અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો..
કાંકરેજ તાલુકાના વરસડાના વતની પ્રજાપતિ અમૃતભાઈ ગાંડાભાઈએ શિક્ષણ પ્રાપ્ત કરી તા.૦૫/૦૧/૧૯૮૯ મા આરોગ્ય સેવાના ક્ષેત્રમાં મ.પ.હે.વ.તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થરા,મ.પ. હે.સુ.તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉણ અને તાલુકા મ.પ.હે. સુ.તરીકે તાલુકા હેલ્થ ઓફીસ શિહોરી અને તાલુકા હેલ્થ ઓફીસ ભાભર ખાતે ૧૯૬૭ થી ૨૦૨૫ સુધી આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સરાહનીય ફરજ નિભાવી પ્રા. આ.કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફીસમાં કર્તવ્ય,નિષ્ઠા,ઉત્તમ અને સેવાના ગુણો તબીબી સ્ટાફ સાથે અને લાભાર્થીઓ સાથેનો લાગણી શીલ વહેવાર, નિખાલસતા,ખેલદિલી,નવું શીખવાની અને શીખવવાની તત્પરતાના સુપેરે દર્શન થયા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફીસમાં પરિવારિક વાતાવરણના નિર્માણ માં આપનું યોગદાન ધન્ય અને વંદનીય છે.આરોગ્ય ક્ષેત્રમાં ૩૬ વર્ષ સુધી નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા ૩૧ મી જુલાઈ ના રોજ વય નિવૃત થતા ઘ ફોર્ચ્યુન હોટલ ભાભર ખાતે થરા રેફરલ ના અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરી,બ.કાં.DTO ડૉ.નયન મકવાણા,પાટણ DMO/EMO ડૉ.એન.કે.ગર્ગ,કાંકરેજ THO ડૉ.પિયુષ ચૌધરી,ભાભર THO ડૉ.હિતેન્દ્ર આર. ઠાકોર, બ.કાં.SMO ડૉ.ઝવેરી,પૂર્વ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરૂણ આચાર્ય,ડૉ .પી.એમ. ચૌધરી THO ડીસા તેમજ ડૉ. રાહુલ ચંદેલ,ડૉ.ભારમલ પટેલ એપીડેમીયોલોજિસ્ટ બ.કાં.તથા જિલ્લાની તેમજ દરેક તાલુકાની સુપરવાઈઝર ટીમ,ભાભર આરોગ્ય કર્મચારીગણની ઉપસ્થિતિમા વય નિવૃત ભાવ વંદના અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.ત્યારે બ.કાં. જિલ્લામાંથી આરોગ્ય કર્મચારીઓ,સગા સ્નેહીજનોએ અમૃતભાઈ પ્રજાપતિને મોમેન્ટો આપી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530