નર્મદા જિલ્લાના કરજણ ડેમ રિઝર્વમાં બોટિંગ પોઈટ ખાતે મોકડ્રીલ યોજાઈ
નર્મદા જિલ્લાના કરજણ ડેમ રિઝર્વમાં બોટિંગ પોઈટ ખાતે મોકડ્રીલ યોજાઈ
ડૂબતા વ્યક્તિને બચાવવા સ્થાનિક તરવૈયાઓ(આપદા મિત્રો) અને રાજપીપલા નગર પાલિકાની ફાયર ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી
રાજપીપલા : જુનેદ ખત્રી
ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે નર્મદા જિલ્લામાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે ચોમાસાની ઋતુમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે નાંદોદ તાલુકાના જુનારાજ ગામ તરફ જવાના રસ્તા પર કરજણ ડેમ રિઝર્વમાં (બોટિંગ પોઇન્ટ પાસે) ડૂબતા વ્યક્તિને બચાવવા અંગે સ્થાનિક તરવૈયાઓ તેમજ રાજપીપલા નગરપાલિકાની ફાયર ટીમ સાથે તાલુકા કક્ષાની મોકડ્રીલ યોજાઈ હતી.
આ મોકડ્રીલ દરમિયાન ડીઝાસ્ટર મામલતદાર, નાંદોદના મામલતદાર તેમજ રાજપીપળા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ, જૂનારાજ ગામના સરપંચની ઉપસ્થિતિમાં પુર માટેની મોકડ્રીલનું યોજાઈ હતી. જેમાં આપદા મિત્રો તેમજ ગ્રામ્ય કક્ષાના તરવૈયાઓ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી.



