NARMADA

રાજ્યસભા સચિવાલયના ડાયરેકટર પી.નારાયણના નેતૃત્વ હેઠળ ૫૦ જેટલા અધિકારીઓનું ડેલિગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

રાજ્યસભા સચિવાલયના ડાયરેકટર પી.નારાયણના નેતૃત્વ હેઠળ ૫૦ જેટલા અધિકારીઓનું ડેલિગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

રાજ્યસભા સચિવાલયના ડાયરેકટર પી.નારાયણના નેતૃત્વ હેઠળ રાજ્યસભા સચિવાલયના ૫૦ જેટલા અધિકારીઓનું ડેલિગેશન ગુજરાતના ચાર દિવસીય અભ્યાસ પ્રવાસે છે. આ અભ્યાસ પ્રવાસ અંતર્ગત ડેલિગેશન તા. ૨૦મી જૂને નર્મદા જિલ્લાનાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચતા નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) એન. એફ. વસાવા અને લાયઝન અધિકારી જે.આર. દવે, નિતિન પટેલે ડેલિગેશનનું સ્વાગત કર્યું હતું.

 

તા. ૨૦ અને ૨૧ જૂન-૨૦૨૪ દરમિયાન એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને આ ડેલિગેશને ભવ્યતાના દર્શન કર્યા હતા. અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૩૫ માળની ઉંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન એસઓયુના ગાઈડશ્રી હેતુકભાઈ ત્રિવેદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા અંગે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા.

તદ-ઉપરાંત ડેલિગેશનને ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઈ ડેમનો ઈતિહાસ અને તેમાં સંગ્રહિત જળરાશિના ઉપયોગ અંગે ગાઈડ પ્રતાપભાઇ તડવીએ ઝીણવટપૂર્ણ માહિતી આપી હતી. સાંજની વેળાએ સરદાર સાહેબના જીવનકવન અને વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના નિર્માણની ઝાંખી કરાવતો લેઝર શો પણ નિહાળ્યો હતો.

આ ડેલિગેશને એકતા નગર ખાતે આવેલા વિવિધ આકર્ષણો પૈકી જંગલ સફારી પાર્ક, આરોગ્ય વન, એકતા મોલ, કેક્ટસ ગાર્ડનની મુલાકાત દરમિયાન ગાઇડ જ્યોત્સનાબેન તડવી સહિત અન્ય ગાઇડ મિત્રો પાસેથી વિસ્તૃતમાં જાણકારી મેળવી હતી.

Back to top button
error: Content is protected !!