LAKHANI

બનાસકાંઠામાં લાખણી તાલુકાના જસરા ગામની ધરા ઉપર ગુજરાત સરકારના પ્રવાસન વિભાગનાં સૌજન્યથી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા ગુજરાતના સૌથી મોટા અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પ્રહલાદ ઠાકોર લાખણી

લાખણી તાલુકાના જસરા ગામમાં બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા દર વર્ષે મહા શિવરાત્રિ નિમિતે અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આ વખતે પણ ચાર દિવસીય અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાર દિવસીય અશ્વ મેળામાં રાજ્ય સહિત વિવિધ પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં અશ્વ માલિકો પોતાના અશ્વો લઈને હાજર રહ્યા હતા.મેળામાં અશ્વોએ વિવિધ હરીફાઈઓ અને દિલધડક કરતબો બતાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા તો બીજી તરફ રાજસ્થાની પોશાક સાથે ઊંટ સવારોએ પણ આકર્ષણ જમાવ્યું હતું. સાથે સાથે ગુજરાત પોલીસ દળના અશ્વોના શાનદાર સ્ટંટ અને કરતબો ને નિહાળવાનો લોકોને લાભ મળ્યો હતો
જસરા અશ્વ મેળામાં રેવાળ, પાટી દોડ, નાચ અને વિવિધ હરિફાઇઓમાં યોજાઈ હતી જેમાં એક થી ત્રણ નંબર મેળવનાર અશ્વમાંલિકોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા .બુઢેશ્વર મહાદેવ મેળા સમિતીના અધ્યક્ષ મહેશ દવેએ જણાવ્યું હતું કે “રાજ્યના સૌથી મોટા મેગા અશ્વ મેળાનું આ ૧૨ મી વખત આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ લુપ્ત થતી અશ્વની વિવિધ જાતિઓ અને અશ્વ કળાને જીવંત રાખવાનો છે. મેળામાં વિવિધ પ્રજાતિના અશ્વો બોલાવી લોકો અશ્વોની પ્રજાતિ વિશે માહિતગાર થાય અને અશ્વ પાલકોની રુચિ જળવાઈ રહે એવા અમારા પ્રયત્નો છે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ અશ્વ કળાના રાષ્ટ્રીય સ્તરના આયોજનને બિરદાવી શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.અશ્વ મેળાની સાથે આનંદ મેળામાં ખાણી પીણીના સ્ટોલ સાથે વિવિધ રાઈડસ જેવી કે ચકડોળ- મોતનો કુવો- ટોરા ટોરા- બ્રેક ડાન્સ- રેલ ગાડી- હોડી- જંપીગ- પાણીની બોટ- જાદુગર-શો સહિત તમામ મનોરંજનનો મેળામાં આવતા લોકો આનંદ ઉઠાવ્યો હતો. મેળાના છેલ્લા દિવસે લોકોને શક્કરિયા ના સિરાં નો પ્રસાદ આપવાનું આયોજન મેળા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું
બુઢેશ્વર મહાદેવના અભિષેક થી શરૂ થયેલા ચાર દિવસીય મેગા અશ્વ મેળાની પૂર્ણાહુતિ બુઢેશ્વર મહાદેવની એકાવન હજાર દીવડાની મહાઆરતી કરી સુખ શાંતિમય રીતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!