BANASKANTHAGUJARATLAKHANI

લાખણી ખાતે ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા ની માગ સાથે આવેદનપત્ર આપાયુ

નારણ ગોહિલ લાખણી

આવેદનપત્રના માધ્યમથી પૂજનીય ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા રાષ્ટ્રપતિ પાસે માંગ કર

સનાતન હિન્દૂ ધર્મમાં ગાય નો મહિમા આદિ-અનાદિ કાળથી ચાલ્યો આવે છે ગાય એ માત્ર પશુ નથી પરંતુ ગાય પૂજનીય છે અને એટલા માટે ગાય ને માતા નો દરજ્જો આપવામાં આવ્યો છે ગાયમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રીરામ એ પણ ગાયો ની સેવા કરી છે પૂજનીય ગૌમાતાઓની આજે હાલત દયનિય છે દરરોજ લાખોની સંખ્યામાં ગાયો ની કતલ થાય છે ગાય નું લોહી રેડાય છે જે દુઃખદ છે ત્યારે ગાય ને સંવિધાનીક રીતે રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે તો ગાય નું જતન થાય ગાય ની રક્ષા થાય એટલા માટે સનાતન હિન્દૂ ધર્મના સર્વોચ્ચ વડા જગતગુરુ શંકરાચાર્ય જ્યોતિષ પીઠાધીશ્વર અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા વૃંદાવન થી દિલ્હી સંસદ ભવન સુધી ખુલ્લા પગે યાત્રા કરી રહ્યા છે અને જેને બાકીની ત્રણ પીઠના શંકરાચાર્યજીનું સમર્થન છે સાધુ સંતો નું સમર્થન છે વિદ્વાન કથાકારો નું સમર્થન છે અને દેશના કરોડો કરોડો હિંદુઓ નું સમર્થન છે ત્યારે લાખણી ખાતે શંકરાચાર્યજી મહારાજના શિષ્ય બીપીનભાઇ દવેના નેતૃત્વમાં રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ કરી છે આ પ્રસંગે બીપીનભાઇ દવે,શ્રવણભાઈ દવે,ગોવિંદભાઇ રાજપુત, ધીરજભાઈ દરજી,હમીરભાઈ રાજપૂત સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો હાજર રહ્યા હતા.
_______________
*જગતગુરુ શંકરાચાર્ય સ્વામીની માંગને સમર્થન આપવા આવેદનપત્ર આપ્યું*
આપણા સનાતન ધર્મમાં ગૌમાતાનું વિશેષ મહત્ત્વ છે ગાય એ સામાન્ય પશુ નથી ભગવાન કૃષ્ણ અને રામે પણ ગાયોની સેવા કરી હતી આજે સરેઆમ ગાય ની કતલ થાય છે એ આપણા માટે દુઃખ અને શરમની વાત છે ત્યારે જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ગાય ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સાથે પગપાળા યાત્રા કરી છે અમે સૌ એમની સાથે છીએ અને આજે અમે આવેદનપત્ર આપીને ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ કરી છે એવું બિપીનભાઈ દવેએ જણાવ્યું હતું

______

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!