
રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિર પરિસરમાં આવેલ ૦૯ ઘરોને સીલ મરાયા
વર્ષો જૂની ઇમારતોનું વિકાસ કામ કરવાનું હોવાથી ટ્રસ્ટ દ્વારા ભાદુઆતોને મકાન દુકાનો ખાલી કરવા નોટિસો અપાઇ હતી
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ ઐતિહાસિક હરસિધ્ધિ માતાનું મંદિર આવેલું છે ત્યાં રોજ હજારોની સંખ્યામાં માટે ભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે ભક્તોને પણ તકલીફ ના પડે તે માટેની તમામ સુવિધાઓ પણ મંદિર વહીવટદાર અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે હવે જૂની બાંધકામ વાડી જગ્યાનું સમારકામ વિકાસ કર્યો કરવા જરૂરી બનતા મામલતદાર દ્વારા મંદિર પરિસરમાં આવેલી દુકાનો અને મકાનોને ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી જોકે તેઓએ ખાલી નહિ કરતા ટ્રસ્ટ દ્વારા પોલીસને સાથે રાખી તારીખ ૦૮ જાન્યુઆરીના રોજ કુલ ૦૯ દુકાનોને સીલ કરી હતી ઉપરાંત જિલ્લા કલેક્ટર એસ કે મોદી અને મંદિરના ટ્રસ્ટી અને રાજપીપળાના રાજવી પરિવારે પણ મંદિરની મુલાકાત કરી હતી અને વિકાસ કર્યો સંદર્ભે ચર્ચાઓ કરી હતી
આ સમગ્ર મામલે રાજપીપલા હરસિધ્ધિ માતાજી મંદિર ટ્રસ્ટના મંત્રી ચંદ્રવદનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજપીપલા હરસિધ્ધિ માતાજી નું મંદિર ૪૨૫ વર્ષ પૌરાણિક છે મંદિરમાં 20 થી 25 વર્ષથી કેટલાક ભાડુંઆત રહે છે પતરાવાળા અને જૂના જર્જરત મકાનો હોવાથી સરકારની સૂચના મુજબ મંદિરનો વિકાસ કાર્ય કરવાનું હોવાથી મામલતદારની સૂચના મુજબ મકાનો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી ત્યારે ૦૮ જાન્યુઆરીના રોજ ૦૯ મકાનોને પોલીસની હાજરીમાં સીલ કરવામાં આવ્યા છે
જોકે આ ભાડુવાત ૪૦ વર્ષ થી રહેતા હતા આ ભાડુઆતો મકાન માંથી સમાન પણ કાઢવા દેવામાં આવ્યો નથી તેવો આક્ષેપ કરતા વલોપાત કરતા જોવા મળ્યા હતા




