ધોરણ-12 સામાન્ય પ્રવાહની GSEB બોર્ડ પરીક્ષા-2025માં ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 SSC અને ધોરણ-12 HSC સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, વ્યાસવાયલક્ષી પ્રવાહ સાથે સંસ્કૃત પ્રથમા પરીક્ષાનો ફેબ્રુઆરી-માર્ચ-2025નો બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-2025ની જાહેર રજાઓ પ્રસિદ્ધ કરી છે જેમાં ધૂળેટીની રજા 14-03-2025ના રોજ જાહેર થયેલ છે જેથી હોળી 13-03-2025ના રોજ થનાર હોઈ ફક્ત ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવેલ છે.
એટલે કે ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા13 અને 14 માર્ચ હોળી અને ધુળેટીના દિવસે રજા રહેશે અને 15 માર્ચે આગળના પેપરની પરીક્ષા લેવાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા 27-02-2025થી 17-03-2025 સુધી યોજાશે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સુધારેલ કાર્યક્રમ બોર્ડની બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવ્યો છે, જે આ મુજબ છે :




