GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગોંડલ ખાતે યોજાશે ગોંડલ, જેતપુર, જામકંડોરણા અને લોધિકા તાલુકાના પૂર્વ સૈનિકોનું સંમેલન

તા.૧૦/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, જામકંડોરણા અને લોધિકા તાલુકામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન તા. ૧૬ ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે ૯:૦૦ થી ૧૪:૦૦ કલાક સુધી કિસાન ભવન, માર્કેટિંગ યાર્ડ, ગોંડલ ખાતે યોજાશે. જેમાં રાજ્ય સરકાર તથા રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાત રાજ્ય તરફથી પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને આપવામાં આવતી વિવિધ સહાયની જાણકારી આપવામાં આવશે. આ તાલુકાઓમાં રજીસ્ટર થયેલ દરેક પૂર્વ સૈનિક/ દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને સંમેલન માટે આમંત્રણ પત્ર પાઠવવામાં આવેલ છે. આમ છતાં જેઓને પત્ર મળેલ ન હોય તે તમામ પૂર્વ સૈનિકો/ દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વસવાટ અધિકારી, રાજકોટની યાદી દ્વારા જાણ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!