
સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલી ૨.૧૨ લાખ ક્યુસેક પાણી છોડાયુ
જુનેદ ખત્રી : રાજપીપલા
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી માં ૨૪ કલાકમાં ૨૭ સે.મીનો વધારો નોંધાયો છે ઉપરવાસમાંથી પાણીની આવક પણ વધી રહી છે ૨૫.૦૮.૨૪ ના બપોરે ૨:૦૦ વાગ્યે મળતી માહિતી મુજબ નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫.૩૦ મીટરે પહોંચી છે ડેમ ની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે ઉપરવાસમાંથી ૨.૬૫ લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જેની સામે નર્મદા ડેમના ૧૫ ગેટ ૧.૬૫ મીટર ખોલી ગેટ માંથી ૧.૭૫ લાખ ક્યુશેક પાણીની નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે ઉપરાંત રિવરબેડ પાવરહાઉસમાંથી ૩૬.૯ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી ૨૩ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે આમ કુલ નર્મદા ડેમ માંથી નદીમાં કુલ ૨.૧૨ લાખ ક્યુસેક જાવક નોંધાઈ રહી છે
નર્મદા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે જે સંદર્ભે કાંઠા ના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે નર્મદા બંધમાં ઉપરવાસમાંથી પાણીની વધુ માત્રામાં આવક થઈ રહી છે જેથી રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડાઈ રહ્યું છે




