
નર્મદા: એકતા નગર ખાતે CISFના 57મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
રાજપીપળા : જુનેદ ખત્રી
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF)ના 57 માં સ્થાપના દિવસની સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાની ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે ઉજવણી કરવામાં આવી છે,આજે યોજાયેલ પરેડમાં CISF ના જવાનોએ સલામી અર્પી હતી.ખાસ આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં તૈનાત શ્વાનદળના કરતબોનું નિદર્શન પણ કરવામાં આવ્યુ હતું,ઉપસ્થિત સર્વેએ આ કરતબોને વધાવ્યા હતા.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ જણાવ્યું હતું કે, વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લેતા કેન્દ્ર સરકાર દ્વારા ૨૫ ઓગસ્ટ ૨૦૨૦થી સમ્ગ્ર પરીસરની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF)ને સોંપવામાં આવી છે,CISF દ્વારા પૂરી શાલિનતાથી સુરક્ષાની જવાબદારીનું વહન કર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વૈશ્વિક પ્રવાસન સ્થળ હોય હજારો પ્રવાસીઓ પ્રતિદિન મુલાકાત લેતા હોય છે ત્યારે તમામની સુરક્ષા સાથે સુવિધાઓ માટે ખુબ સરસ કાર્ય હાથ ધરાઈ રહ્યું છે.
આ પ્રસંગે SRPF ના સેનાપતિ જ્યોતિબેન પટેલ,નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, નાયબ કલેક્ટર અભિષેક સિંહા,ડેપ્યુટી કમાન્ડન્ટ અભિષેક સાહુ સહિતના અધિકારીઓ તેમજ CISF પરિવારના સભયો ઉપસ્થિત રહયા હતા





