
નર્મદા : આપ પ્રમુખ નિરંજન વસાવા સામે ગુનો નોંધાયો, પેવર બ્લોકના પૈસા માંગનારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ઘણા સમયથી આક્ષેપ પ્રત્યાક્ષેપ સાથે રાજકીય ધમશાણ ચાલી રહ્યું છે જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક બીજા ઉપર દારૂ, કટકી, બેનામી સંપત્તિ સહિત ગંભીર આક્ષેપો નો દોર શરૂ થયો છે તેની વચ્ચે આજે આપ પ્રમુખ નિરંજન વસાવા વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે મનિષભાઇ રૂસ્તમભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ જુન-૨૦૨૩ થી સપ્ટેમ્બર-૨૦૨૩ સુધી અલગ-અલગ તારીખોમાં પેવર બ્લોક કુલ રૂ.૧,૮૬,૦૦૦/- ના આરોપી નિરંજન વસાવાને તેના ગામના કામો કરવા કહ્યા મુજબ આરોપીના ગામમાં નાંખી આપતા આરોપીએ પાંચ-છ માસમાં પેવર બ્લોકના તમામ નાણા આપવાનો પાકો ભરોસો અને વિશ્વાસ આપેલ તેમ છતા આરોપીએ જણાવેલ સમય મર્યાદામાં ફરીયાદીને પેવરબ્લોકના નાણા ન આપતા ફરીયાદી તથા સાહેદો બાકી નિકળતા નાણા લેવા અવાર-નવાર આરોપીના ઘરે જતા તેમજ ફોન ઉપર સંપર્ક કરતા નાણા આપવા બાબતે બહાનાઓ બતાવી ફરીયાદી અને સાહેદો માહે-સપ્ટેમ્બર-૨૦૨૫ માં આરોપીના ઘરે બાકી નિકળતા નાણા લેવા જતા આરોપીએ ફરીયાદી તથા સાહેદો સાથે માં-બહેન સમાણી ગાળો બોલી હવે પછી તમારા બાકી નિકળતા નાણા લેવા આવશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી હોવાની ફરિયાદ રાજપીપળા મથકે નોંધાઈ છે



