NANDODNARMADA

નર્મદા જિલ્લાના ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું ૫૫.૪૯ ટકા પરિણામ , જિલ્લામાં A1 ગ્રેડ મેળવનારા ફકત ૦૬ વિદ્યાર્થી

નર્મદા જિલ્લાના ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું ૫૫.૪૯ ટકા પરિણામ , જિલ્લામાં A1 ગ્રેડ મેળવનારા ફકત ૦૬ વિદ્યાર્થી

પરિણામ ગત વર્ષ કરતા નીચું આવતા વાલીઓમાં નિરાશા, આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર ક્યારે ઊંચું આવશે ?? ચર્ચાતો પ્રશ્ન

બોક્ષ
નર્મદા જિલ્લો રાજયમાં “છેલ્લેથી બીજા ક્રમે” ઉપરાંત ૩૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વર્ષ ૨૦૨૨ માં ૦૯ હતી જે વધીને ૧૫ થઈ જે જિલ્લામાં સૈક્ષણિક વિકાસના દાવાઓનો છેદ ઉડાડે છે

રાજપીપળા: જુનેદ ખત્રી

ગુજરાત રાજ્ય ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ આવ્યું છે જેમાં સમગ્ર રાજ્યનું ૬૪.૬૨ ટકા પરિણામ જાહેર થયું છે નર્મદા જિલ્લાનું ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું ૫૫.૪૯ ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષની સરખામણીમાં ઓછું છે ચાલુ વર્ષે જિલ્લાનું પરિણામ ગત વર્ષ કરતાં ઓછું આવતા વિદ્યાર્થીઓ વાલીઓમાં નિરાશા સાંપડી છે

ગત વર્ષની સરખામણીએ આંકડાકીય માહિતી જોઈએ તો વર્ષ ૨૦૨૨ માં જિલ્લાનું પરિણામ ૬૨.૪૧ ટકા હતું જે ચાલુ વર્ષે ઘટીને ૫૫.૪૯ ટકા આવ્યું છે જિલ્લામાં À1 ગ્રેડ મેળવનારા ફક્ત ૦૬ વિદ્યાર્થીઓ છે À2 – ૯૫ , B1 – ૩૬૯ , B2 – ૯૦૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જિલ્લામાં ચાલુ વર્ષે ૧૦૦ ટકા પરિણામ મેળવનાર ફક્ત ૦૫ શાળાઓ છે જેમાં ગત વર્ષની સરખામણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ગત વર્ષે ૩૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ની સંખ્યા ૦૯ હતી જે ચાલુ વર્ષે વધીને ૧૫ થઈ છે જે મોટો તફાવત સૂચવે છે ચાલુ વર્ષે જિલ્લામાં કુલ ૭૧૧ ગેરરિતીના કેસો થયા છે જેમાં ૩૦ પરીક્ષા સમયે તેમજ ૬૮૧ કેસો કેમેરા ની ફૂટેજ આધારે નોંધાયા છે

નર્મદા જિલ્લામાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ૮૪.૪૦ ટકા નીવાલદા છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ૧૧.૯૪ ટકા સાથે ઉતાવળી કેન્દ્ર છે અહીંયા એક વાત વિચાર માંગી લે છે કે ઉતાવળી કેન્દ્રનું ગત વર્ષે પરિણામ ૬૮.૯૧ ટકા હતું જે ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં સૌથી છેલ્લા સ્થાને ૧૧.૯૪ ટકાએ આવીને પોહચ્યું છે તો આટલો મોટો તફાવત કેમ ????

ચાલુ વર્ષે ૨૦૨૩ માં ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં નર્મદા જિલ્લા નો ક્રમ “છેલ્લે થી બીજો” આવ્યો છે ત્યારે આદિવાસી વિસ્તારમાં સરકાર શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે પ્રયાસો કરી રહી છે વિવિધ યોજનાઓ અહીંયા અમલમાં લાવવામાં આવી છે પરંતુ પરિણામોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા સૈક્ષણીક વિકાસના તમામ દાવાઓનો છેદ ઊડતો જોવા મળે છે ત્યારે જિલ્લાના આલા અધિકારીઓએ આ બાબતે મંથન કરવું જોઈએ

*બોક્ષ સાથે સ્ટોરી લેવી

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!