
નર્મદા જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં તાજેતરમાં જ કલેકટર કચેરીના સભાખંડ ખાતે ઓગસ્ટ માસની રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાંથી પસાર થતા વિવિધ માર્ગોના ટ્રાફિક જંક્શન પર CCTV કેમેરા લગાવવા, તિલકવાડા-દેવલીયા અને નસવાડીને જોડતા રસ્તા પર સ્પીડ બ્રેકર મૂકવા, રાજપીપલા શહેરી વિસ્તારમાં માર્ગો રખડતા ઢોર પકડવાની કામગીરી, દેડિયાપાડા તાલુકામાંથી પસાર થતા રસ્તા પર રોડ સેફ્ટી કમિટી દ્વારા ઓળખ કરવામાં આવેલા ત્રણ બ્લેક સ્પોટમાં લાંબા તેમજ ટૂંકા ગાળાના પગલાં લેવા જેવી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ અલગ અલગ ગુન્હા માટે એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ કરાવા અંગેની જરૂરી સૂચના જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.



