DAHODFATEPURAGUJARAT

ફતેપુરા તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર ચીખલીની જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે લીધી મુલાકાત 

તા.૧૯.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Fatepura:ફતેપુરા તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર ચીખલીની જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે લીધી મુલાકાત

ફતેપુરા તાલુકાના સરસવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્માન આરોગ્ય મંદિર ચીખલીની જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે મુલાકાત લીધી હતી. આયુષ્માન આરોગ્ય ખાતે ફરજ બજાવતા CHO , MPHW , FHW અને આશા બહેનની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે હાલમાં ચોમાસાની ઋતુમાં એન્ટીલાર્વલ કામગીરી થાય તે માટે સૂચન આપવામાં આવ્યું હતું. તથા નેશનલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ અંતર્ગત સર્ટિફિકેશન માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય સેવાઓ અને યોજનાઓનો લાભ વધુ ને વધુ લાભાર્થીને મળે માટે કલેક્ટર દ્વારા સૂચન કરવામાં આવ્યા હતા

Back to top button
error: Content is protected !!