NANDODNARMADA

નાંદોદ તાલુકામાં ગોપાલપુરા ગામે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાઇ રાત્રી સભા

નાંદોદ તાલુકામાં ગોપાલપુરા ગામે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાઇ રાત્રી સભા

ગામલોકો દ્વારા રાત્રી સભામાં રજૂ કરાયેલા પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા આશ્વાસન પૂરું પાડતાજિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ઈન્દિરાગાંધી વૃદ્ધ પેન્શન યોજના અને મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજનાના લાભાર્થીઓને જિલ્લા કલેકટરના હસ્તે મંજૂરીપત્રો અને કીટ વિતરણ કરાયું

નાયબ પોલીસ અધિક્ષક જી.એ.સરવૈયાએ માર્ગ સલામતી અને સાયબર ક્રાઈમ અંગેસમજ પૂરી પાડી

રાજપીપલા : જુનેદ ખત્રી

જિલ્લાના નાગરિકોનાપ્રશ્નોનો સત્વરે અને સહેલાઈથી ઉકેલ લાવી શકાય તેવા ઉમદા આશય સાથે સરકારદ્વારા સ્થાનિક સ્તરે રાત્રી સભાનું આયોજન કરવામાં આવે છે. ગતરોજ નર્મદા જિલ્લાનાનાંદોદ તાલુકામાં ગોપાલપુરા ગામે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાનીઅધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી ગામનાપ્રશ્નો અંગે ઉપસ્થિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી.ગામલોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું સત્વરે નિવારણ કરવાની ખાતરી જિલ્લાવહીવટી તંત્ર દ્વારા અપાતા ગામલોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

ગોપાલપુરાગામમાં યોજાયેલી રાત્રી સભામાં ગામલોકો દ્વારા તળાવના નવીનીકરણ, ગામમાં આવેલામંદિરોની કંપાઉન્ડ વોલ,આવાગમન માટે જાહેર પરિવહનની વ્યવસ્થા, ગામનાખેડૂતો માટે ખેતર તરફ તથા અન્ય ગામને જોડતા એપ્રોચ રસ્તાના કામો, હાઈવેમાંસંપાદિત થયેલી જમીનનું વળતર આપવા, સિંગલ ફેઝ લાઈન થકી વીજળી પુરી પાડવા, જમીનમાપણીના કનડતા પ્રશ્નો તેના માટે ખેડૂતોએ કરેલી અરજીનો સત્વરે નિકાલ થાય અને સ્વચ્છભારત મિશન અંતર્ગત ગામમાંથી નીકળતા કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટેની સુવિધાઉપલબ્ધ કરાવવા જેવા વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરાઈ હતી. તેમજ ગામમાં રહેતા આર્થિકરીતે નબળા વર્ગના લોકોને આવાસની સુવિધા મળી રહે તે અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી.

આ રાત્રી સભા દરમિયાન જિલ્લાકલેક્ટર શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે, ગોપાલપુરા ગામ ખૂબ સારું છે, અહીંખેતી પણ ખૂબ સારી છે પરંતુ ગામમાં ખૂટતી સુવિધાઓ વિશે જાણવાં અમે અહીં આવ્યા છીએ.ગામલોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવી ગામને વધુ સમૃદ્ધબનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર કામ કરશે. ખાસ કરીને મહિલાઓ અને યુવાનોનાપ્રશ્નોને પણ વાચા આપી યોગ્ય નિવારણ લાવવાનું કલેક્ટરએ ગામલોકોને આશ્વાસનપૂરું પાડ્યું હતું.        

રાત્રિ સભામાં ઉપસ્થિત નાયબ પોલીસ અધિક્ષક જી.એ.સરવૈયાએવર્માન સમયમાં વધી રહેલા સાયબર ક્રાઈમ અને તેનાથી બચવા માટેના ઉપાયો, માર્ગકલામતી, ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ – ૨૦૧૧ વિશે ગામલોકોને માહિતગાર કર્યા હતા.સાથોસાથ રાત્રી સભાના સ્થળે લોકજાગૃતિ માટેના બેનર્સ અને સ્ટેન્ડી પણ રાખવામાંઆવ્યા હતા.

કેન્દ્ર અને રાજ્ય સરકારનીયોજનાઓ વિશે વિવિધ વિભાગો દ્વારા ગામલોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાકલેક્ટર શ્વેતા તેવતિયાના હસ્તે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ઈન્દિરાગાંધી વૃદ્ધ પેન્શન યોજના, મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રો અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!