GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
એસઓજી પોલીસે પલાસા અને મેદાપુર ગામે ઈંટોના પરપ્રાંતિય કામદારોને કામે રાખી સ્થાનિક પોલીસમા જાણ નહીં કરતા કાર્યવાહી કરી

તારીખ ૧૧/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
એસઓજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે પલાસા ગામે ગામની સીમમાં આવેલ કમલ બ્રિક્સ નામની ઈંટોના ભઠ્ઠામાં તેમજ મેદાપુર ગામે કબીર બ્રિક્સ નામના ઈંટોના ભઠ્ઠામાં તપાસ કરતા પરપ્રાંતિય કામદારો કામે રાખ્યા હોવાનું બહાર આવેલ આ ઈસમો પાસેથી કોઈ પણ પ્રકારનું આઇડી પ્રૂફ મેળવવામાં આવ્યુ ન હતું તેમજ સ્થાનિક પોલીસ મથકે તેઓની નોંધણી પણ કરાવેલ ન હતી જેથી ભઠ્ઠા માલિક હકીમખાન હબીબખાન પઠાણ રહેવાસી કાલોલ તથા મોહમદ રફીક અબ્દુલભાઈ શેખ રે કાલોલ સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી બન્ને સામે ગુના દાખલ કરાવેલ





