NANDODNARMADA

નાંદોદના વાવડી ગામની શ્રી સુખદેવજી સરસ્વતી વિદ્યામંદિર ખાતે “બેટી બચાવો બેટી પઢાઓ” થીમ આધારિત કાર્યક્રમ યોજાયો

નાંદોદના વાવડી ગામની શ્રી સુખદેવજી સરસ્વતી વિદ્યામંદિર ખાતે “બેટી બચાવો બેટી પઢાઓ” થીમ આધારિત કાર્યક્રમ યોજાયો

રાજપીપલા : જુનેદ ખત્રી

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તા.૧૮મી થી ૨૪મી જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય દીકરી દિવસ સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને નર્મદા જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આજે તા. ૧૮/૦૧/૨૦૨૩ ને બુધવારના રોજ જીલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ઇ.ચા જિલ્લા મહિલા અને બાળ વિભાગ અધિકારી જે.બી.પરમારના માર્ગદર્શન હેઠળ “રાષ્ટ્રીય દીકરી દિવસની” સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. નાંદોદ તાલુકાના વાવડી સ્થિત શ્રી સુખદેવજી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે “બેટી બચાવો બેટી પઢાઓ”ની થીમ આધારિત કાર્યક્રમ થકી સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં  શાળાની ધોરણ – ૯ અને ૧૦ ની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં સીગનેચર કેમ્પેનીંગ, બેટી બચાવો બેટી પઢાઓની પ્રતિજ્ઞા વાચન, ગુડ ટચ અને બેડ ટચ, મહિલાલક્ષી યોજનાઓ વિશે જિલ્લા મહિલા અને બાળ વિભાગના કર્મચારીઓ, મહિલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ,પીબીએસસીના કાઉન્સેલર, સખી વન સ્ટોપ સેન્ટરના પ્રતિનિધિ દ્વારા કિશોરીઓને વિસ્તૃત પૂર્વક માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે કિશોરીઓને સેનેટરી પેડ અને મહિલા લક્ષી યોજનાઓના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!