NARMADATILAKWADA

તિલકવાડા આરોગ્ય વિભાગની RBSK ટીમ દ્વારા પ્રાથમિક શાળા તિલકવાડા ખાતે 400 થી વધુ વિદ્યાર્થીઓની આરોગ્યલક્ષી ચકાસણી માટે કાર્યક્રમ યોજાયો

તિલકવાડા આરોગ્ય વિભાગની RBSK ટીમ દ્વારા પ્રાથમિક શાળા તિલકવાડા ખાતે 400 થી વધુ વિદ્યાર્થીઓની આરોગ્યલક્ષી ચકાસણી માટે કાર્યક્રમ યોજાયો

મળતી માહિતી અનુસાર ગુજરાત સરકાર તરફથી બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા 0 થી 18 વર્ષના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવતી હોય છે અને જો કોઈ બાળકમાં કોઈ બીમારીના લક્ષણ જણાય તો તે બીમારી ને દૂર કરવા માટે આરોગ્ય સુવિધા પૂરી પાડી આરોગ્ય લક્ષી તમામ ખર્ચ ગુજરાત સરકાર તરફથી ઉપાડવામાં આવે છે. જેના ભાગરૂપ આજ રોજ તિલકવાડા આરોગ્ય વિભાગની RBSK ટીમ તરફથી પ્રાથમિક શાળા તિલકવાડા ખાતે 400 થી વધુ વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી માટે કાર્યક્રમ યોજાયો

ઉલ્લેખની એ છે કે હાલ ગુજરાત સરકાર દ્વારા બાળકોને યોગ્ય શિક્ષા મળી રહે અને બાળકોનો જરૂરી વિકાસ થાય તે ઉદ્દેશ્ય સાથે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ઉપરાંત બાળકો ની આરોગ્ય લક્ષી ચકાસણી થાય અને દરેક બાળક સ્વસ્થ અને નિરોગી રહે તે ઉદ્દેશ્ય સાથે RBSK એટલેકે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા દરેક સ્કૂલોમાં જઈને વિદ્યાર્થીઓની ચકાસણી કરવામાં આવતી હોય છે અને 0 થી 18 વર્ષના બાળકોને આરોગ્ય લક્ષી દરેક ચકાસણી કરી જો કોઈ બાળકમાં બીમારીના લક્ષણ દેખાય તો તે બીમારી દૂર કરવા માટે તાતકાલીક આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે અને એ આરોગ્ય લક્ષી તમામ ખર્ચ ગુજરાત સરકાર તરફથી ઉપાડવામાં આવતો હોય છે. જેના ભાગરૂપ આજ રોજ તિલકવાડા તાલુકા હેલ્થ ઓફિસર ડો સુબોધ કુમારના માર્ગદર્શન હેઠળ તિલકવાડા આરોગ્ય વિભાગની RBSK ટીમ દ્વારા પ્રાથમિક શાળા તિલકવાડા ખાતે બાળકોની આરોગ્ય તપાસણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની ઊંચાઈ લંબાઈ આંખોની તપાસ લોહી ની તપાસ તથા આરોગ્ય લક્ષી ચકાસણી કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન 400 થી વધુ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી. જેથી દરેક બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને દેશની પ્રગતિમાં સહભાગી બની શકે તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરી સુંદર કામગીરી હાથ ધરવામાં આવી…..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!