NANDODNARMADA

નર્મદાના ધારીખેડા ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર લોક સુનાવણી યોજાઈ

નર્મદાના ધારીખેડા ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર લોક સુનાવણી યોજાઈ

 

જાહેર લોક સુનાવણીમાં સુગર ફેક્ટરીના આધુનિકરણ, પર્યાવરણ, ઉત્પાદન-આવકમાં વધારા અંગે વિચારવિમર્શ

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નાંદોદ તાલુકાના ધારીખેડા સ્થિત શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ખાતે નિવાસી અધિક કલેક્ટર સી. કે. ઉંધાડના અધ્યક્ષતા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિ (સભ્ય સચિવ) એમ. યુ. પટેલ, નાંદોદના પ્રાંત અધિકારી ડૉ. કિશનદાન ગઢવી અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિમાં જાહેર લોક સુનાવણી યોજાઈ હતી.

 

લોક સુનાવણીમાં ખાંડ ઉત્પાદનનાં એકમના સૂચિત વિસ્તરણ/આધુનિકીકરણ (શેરડીની પિલાણ ક્ષમતા ૫૦૦૦ થી ૭૦૦૦ ટીસીડી અને કોજનરેશન પાવર પ્લાન્ટ (૧૧ થી ૪૧ મેગાવોટ) નો ડ્રાફ્ટ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ અને ઇએમપી રિપોર્ટનો કાર્યકારી સારાંશ, પરિયોજનાનો પરિચય, સારાંશ, સંસાધનોની જરૂરિયાત, પ્રાપ્તયતા અને તેમના સ્ત્રોતો, પાણીનો વપરાશ, પ્રદૂષણની સંભાવના અને તેને અટકાવવાના પગલાં, ઘન-જોખમી કચરાના નિકાલ અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી જાણકારી આપવામાં આવી હતી.

પર્યાવરણીય મોનિટરિંગ, (ટેક્નોલોજી અને સાઈટ) વિકલ્પોનું પૃથક્કરણ સહિત સૂચિત વિસ્તરણની પરિયોજનાથી વેપારની તકો, સ્થાનિક રોજગાર, વ્યવસાયો/કોન્ટ્રાક્ટરોને થનાર આર્થિક લાભ તેમજ પરિયોજનામાં ઉચ્ચ ક્ષમતા અને વધુ કાર્યક્ષમ બોઈલર અને ટર્બાઈન સ્થાપિત કરવાથી થનાર ઉચ્ચ ઉત્પાદન અને ખર્ચમાં ઘટાડા સહિતના વિવિધ મુદ્દાઓને પ્રેઝન્ટેશનના માધ્યમથી આવરી લેવામાં આવ્યા હતા.

 

લોક અભિપ્રાય મેળવવાના ભાગરૂપે પ્રેઝન્ટેશન બાદ પ્રશ્નોતરી તથા ખેડૂતો-ગ્રામજનોની રજૂઆતો, પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા. જ્યાં પરિયોજનાથી સ્થાનિકોને થનાર લાભો, પર્યાવરણીય જાળવણી, સ્થાનિક રોજગાર સહિતના પ્રશ્નોને આવરી લેવાયા હતા. લોક સુનાવણીમાં રજૂ થયેલા પ્રશ્નોનો જવાબ આપતા સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલે આ પરિયોજનાના વિસ્તરણથી ઉત્પાદન અને આવકમાં થનાર વધારો, સ્થાનિક રોજગાર અને અધ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી પર્યાવરણીય જાળવણી સહિતના મુદ્દાઓ પર વિશેષ ભાર આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!