NANDODNARMADA

એકતાનગર ખાતે યોજાનારી G-20 “બિઝનેસ મિટ”ના આગોતરા આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ

એકતાનગર ખાતે યોજાનારી G-20 “બિઝનેસ મિટ”ના આગોતરા આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ

રાજપીપલા : જુનેદ ખત્રી

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના પ્રાંગણમાં 3 જી ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગૃપ મિટિંગ ઓફ જી20 ની મળનારી બેઠકને અનુલક્ષીને એકતાનગર વહિવટી સંકુલ ખાતે બેઠક યોજી હતી. આ બેઠક કેન્દ્રીય ગ્રામિણ વિકાસ વિભાગના નિયામક કુલદીપ આર્યાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ ઉદિત અગ્રવાલના સંયુક્ત અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ યોજાયેલી બેઠકમાં જી-20 સંદર્ભે આનુસંગિક વાહન, પાર્કિંગ, ટ્રાન્પોર્ટેશન, આરોગ્ય, લાઈટ, રહેઠાણ, ભોજન, ફાયર સેફ્ટી અંગેની કામગીરીઓને આયોજનબદ્ધ રીતે કરવા માટે સંબંધિત અધિકારીઓને રચનાત્મક સુચનો આપીને માર્ગદર્શિત કરી પ્રોટોકોલ મુજબની કામગીરી કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં કેન્દ્રીય ગ્રામિણ વિકાસ વિભાગના નિયામક કુલદીપ આર્યા દ્વારા પ્રેઝન્ટેશન થકી જી-20 સંદર્ભે સૂચિત કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. કાર્યક્રમ આયોજનબદ્ધ રીતે થાય તથા યોગ્ય વ્યવસ્થા, કાર્યક્રમ, સેસન્સ મીટ અંગેની ટેન્ટેટિવ સેડ્યુઅલથી ઉપસ્થિત અધિકારીઓને માહિતગાર કર્યા હતાં. આ વર્ષે ભારત દેશ આંતરરાષ્ટ્રીય કક્ષાની સમિટના હોસ્ટ કરી રહ્યું છે. આ વર્ષે કરવામાં આવી રહેલા જી-20 પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. તેમા વિશ્વના અલગ અલગ દેશના ૨૦૦ જેટલા ડેલીગેટ્સ આ બિઝનેસ મીટમાં ભાગ લઈ રહ્યાં છે અને તેઓ દ્વારા રજીસ્ટ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં યોજાઈ રહેલી સમિટ વિશેષ છે. આ વિશ્વ પ્રવાસન સ્થળ છે અને સરદાર સાહેબની વિશાળ પ્રતિમાનું આગવું મહત્વ છે. તેથી આ મહત્વ પૂર્ણ બેઠક ડેલીગેશન માટે ખુબ જ ખાસ રહેનાર છે.

આ અંગે આગામી ૧૦ મી જુલાઈએ ટેન્ટસીટી – ૧ ખાતે ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રકચરનું સત્ર અંગે કાર્યક્રમ યોજાશે. તા. ૧૧-૧૨ જુલાઇના રોજ ફર્ન હોટલ ખાતે વિવિધ જી-20 અંગેના કાર્યક્રમો યોજાશે. સાથે પ્રવાસન સ્થળની વિદેશી ડેલીગેશનને સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતામોલ તથા વિવિધ પ્રવાસન પ્રકલ્પોની મુલાકાત યોજાશે. તેમજ લાઈટ એન્ડ સાઉન્ડ શો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!