વાત્સલ્યમ્ સમાચાર
સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત રાઇફલ શુટીંગ કેમ્પ યોજાયો
જીતનગર NCC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કેમ્પમાં ૨૧૦ જેટલી બહેનોએ ભાગ લીધો
રાજપીપલા : જુનેદ ખત્રી
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પી.આર.પટેલની રાહબરીમાં સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત રાઇફલ શુટીંગ કેમ્પ યોજાયો હતો. જીતનગર ખાતે આવેલા NCC ગ્રાઉન્ડમાં યોજાયેલા શુટીંગ કેમ્પમાં જિલ્લાની ૨૧૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ તમામ બહેનોને પોઇન્ટ ૨-૨ ના ૧૧૦૦ રાઉન્ડ થકી રાયફલ શુટીંગની તાલીમ અપાઇ હતી.