BHUJKUTCH

નોકરીના પાંચ વર્ષ પૂર્ણ કરેલ બોન્ડેડ શિક્ષકોને પણ બદલીનો લાભ મળશે.

7-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- પ્રાથમિક શિક્ષકોના બદલીના અગાઉના નિયમોની જોગવાઈ મુજબ ૧૦ વર્ષ બોન્ડ વાળા પ્રાથમિક શિક્ષકો દસ વર્ષ સુધી પોતાના તાલુકા બહાર જઈ શકતા નહોતા કારણ કે રાજ્ય સરકારે રાજયના અંતરિયાળ વિસ્તારમાં જ્યાં શિક્ષકોની સવિશેષ ઘટ રહેતી એવા તાલુકાઓમાં ખાસ ૧૦ વર્ષ બોન્ડ વાળી ભરતી કરી હતી.સબંધિત શિક્ષકોમાં ખુશીઃ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે કરેલી રજૂઆત ફળી.જો કે ત્રણ વર્ષ બાદ તેઓ તાલુકામાં આંતરિક બદલી કરાવી શકતા. શરૂઆતમાં આવા શિક્ષકોને ૧૦ વર્ષ સુધી જિલ્લાફેર કે જિલ્લાફેર અરસ પરસ બદલીનો લાભ મળતો નહોતો પરંતુ વખતો વખતની રજૂઆત બાદ તા.૧/૪/૨૨ના બદલીના નવા ઠરાવમૂજબ ૫ વર્ષપૂર્ણ થયા બાદ તેઓ જિલ્લાફેર તથા અરસ પરસ જિલ્લાફેર બદલી માટેઅરજી કરી શકતા. હાલ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ ચાલી રહ્યા છે. પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયેલ છે અને હાલ બીજો તબક્કો ચાલુ છે. પ્રથમ તબક્કા દરમ્યાન સમગ્ર રાજ્યમાં આવા બોન્ડ વાળા શિક્ષકોની તમામ અરજીઓ રદ કરવામાં આવી હતી. આના કારણે સબંધિત શિક્ષકોમાં ખૂબ જ અસંતોષ અને નારાજગી જોવા મળી હતી. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા રાજ્ય સંઘ પાસે રજૂઆત આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આ બાબતે શિક્ષણમંત્રી તથા નિયામક સમક્ષ આ બાબતે રજૂઆત કરી બોન્ડવાળા શિક્ષકોને બદલીના બીજા તબક્કામાં બદલીનો લાભ આપવા રજૂઆત કરાઈ હતી. રજૂઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા આ માંગ સંતોષાઈ છે.વિભાગે નવો પત્ર કર્યો છે જેમાં હવે આવા શિક્ષકો કે જેમણે નોકરીના પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેઓ જિલ્લા ફેર, જિલ્લા અરસ પરસ, જિલ્લા આંતરિકબદલી અને જિલ્લા આંતરિક અરસ પરસ બદલી કરાવી શકશે. આ પત્રથી રાજ્યના હજારો બદલી ઇચ્છુક બોન્ડ વાળા શિક્ષકોને ફાયદો થશે. હવે તેઓ બીજા તબક્કામાં બદલીનો લાભ લઈ શકશે. આ નિર્ણયને કચ્છ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસઘના અધ્યક્ષ રામસંઘજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ સહિતનાઓએ આવકારી છે. આ તકે કચ્છ જીલ્લાના ૧૦ વર્ષના બોન્ડધારી શિક્ષકોએ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશ દેસાઈની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!