NANDODNARMADA

નર્મદા જિલ્લામાં શહીદ દિન નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

નર્મદા જિલ્લામાં શહીદ દિન નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦મી જાન્યુઆરી,૨૦૨૬ને શુક્રવારના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લા સેવાસદનના પટાંગણમાં જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ અને નાયબ કલેકટર સુશ્રી વિધુ ખૈતાનની ઉપસ્થિતિમાં વહિવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓએ શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

તદ્દઉપરાંત નર્મદા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક અને વાણિજ્ય સંસ્થાઓ ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!