MEHSANAVIJAPUR

વિજાપુર ખાતે બ્લેક આઉટ સાયરન વગાડવા નુ આયોજન

યુધ્ધ અને હવાઈ હૂમલા ના સામનો કરવાની તૈયારી રૂપે વિજાપુર ખાતે બ્લેક આઉટ સાયરન નુ આયોજન
જીલ્લા મા મોકડ્રિલ ને લઈ પોલીસ સતત પેટ્રોલીંગ કરશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
યુધ્ધ અને હવાઈ હૂમલા જેવી આકસ્મીક પરિસ્થિત નો સામનો કઈ રીતે કરી શકાય તેના ભાગ રૂપે તંત્ર દ્વારા વિજાપુર મા બ્લેક આઉટ અને સાયરન વગાડવા નુ આયોજન કરવા મા આવ્યું છે. આ મોકડ્રીલ જીલ્લા ના તાલુકા મહાનગર પાલિકા નગર પાલિકા સહિત ગ્રામ્ય વિસ્તારો મા તા.૭/૦૫/૨૦૨૫ બુધવારે સાંજે ૭૪૫ થી ૮:૧૫ સુધી ૩૦ મીનીટ નુ બ્લેક આઉટ (અંધાર પટ) રાખવાની સૂચના આપવા આવી છે. જેમા સ્ટ્રીટ લાઈટો પણ બંધ રહેશે આ મોકડ્રીલ મા જીલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ ૦૨૭૬૨ ૨૨૨૨૨૦ કાર્ય રત રહેશે મોકડ્રીલ દરમ્યાન ત્રણ પ્રકાર ની સાયરન વાગશે તંત્ર દ્વારા મકાનો દુકાનો ઓફિસ માર્કેટો મા સ્વૈચ્છિક રીતે લાઈટો બંધ રાખવા રાષ્ટ્ર ધર્મ નુ પાલન કરવા પ્રાંત અધિકારી દેવાંગ ભાઈ રાઠોડ દ્વારા અપીલ કરવા મા આવી છે આ મોકડ્રીલ દ્વારા આપદા મિત્રો અને ડિફેન્સ સાથે સંકળાયેલા નાગરીકો ને માર્ગદર્શન આપવા મા આવશે કટોકટી સમયે દવાઓ આવશ્યક સેવાઓ નુ સંતુલન જાળવવા માટે ડિપાર્ટમેન્ટ કર્મી ઓને માર્ગ દર્શન આપવા કટોકટી મા નાગરીકો સાથે સંકલન ના હેતુ સર જીલ્લા મા મોકડ્રીલ અને સાયરન બ્લેક આઉટ નુ આયોજન કરવા મા આવ્યું છે જેને લઇ કોઈ પણ તાલુકા ના નાગરીકે ગભરાવવાની જરૂર નથી.

Back to top button
error: Content is protected !!