BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં રેતી ખનનથી થયેલા 3 મોતનો મામલો:અધૂરા SIT રિપોર્ટ સામે ખારવા સમાજનો વિરોધ, પરિવારજનોની વળતરની માગ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના શુકલતીર્થમાં ગેરકાયદે રેતી ખનનના કારણે થયેલા ત્રણ લોકોના મોત મામલે સમસ્ત ખારવા હંસોટી માછી-સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ગત 15 નવેમ્બર 2024ના રોજ નર્મદા નદીના પટમાં ગેરકાયદે રેતી ખનનથી પડેલા ઊંડા ખાડામાં ત્રણ લોકો ડૂબી ગયા હતા. આ ઘટનામાં રેતી ખનન કરનારા સામે કોઈ કાર્યવાહી નહી કરાઈ હોવાના આક્ષેપો મૃતકોના પરિવારજનો કરી તેમને હજીય સુધી વળતર પણ નહીં મળ્યું હોવાનું જણાવ્યું હતું.
પોલીસે BNS મુજબની કલમ હેઠળ FIR નોંધી નથી. મૃતકોના પરિવારજનો અને સામાજિક કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી. આયોગે 12 મે 2025ના રોજ 4 સભ્યોની SITની રચના કરી તપાસનો આદેશ આપ્યો. SITએ ભરૂચ કલેક્ટર સમક્ષ અધૂરો અને ક્ષતિયુક્ત રિપોર્ટ રજૂ કર્યો છે. કલેક્ટરે આ જ રિપોર્ટ આયોગમાં મોકલ્યો છે. ખારવા સમાજના મતે આ રિપોર્ટથી મૃતકોના પરિવારને અન્યાય થયો છે. તેમણે SIT દ્વારા નવી તપાસ અને નવો રિપોર્ટ તૈયાર કરવાની માગ કરી છે. સાથે પરિવારજનોને યોગ્ય વળતર આપવાની પણ માગણી કરી છે.

Back to top button
error: Content is protected !!