
નર્મદા : દિલ્હીમાં થયેલ બ્લાસ્ટ બાદ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સુરક્ષા વધારી દેવાઈ
રાજપીપળા : જુનેદ ખત્રી
દિલ્હીમાં બ્લાસ્ટ બાદ નર્મદા જિલ્લામાં આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા સઘન બનાવી દેવાય છે પોલીસ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરી રહી છે
હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વની ઉજવણી ચાલી રહી છે જેમાં દરરોજ દિગ્ગજ નેતાઓ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સહિતના નેતાઓ ભાગ લઈ રહ્યા છે દિલ્હીમાં બ્લાસ્ટ બાદ નર્મદા જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે ઉપરાંત નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ખાતે પોલીસ સહિત અન્ય સલામતી દળોની સુરક્ષામાં વધારો કરી દેવાયો
ભારત પર્વની ઊજવણીમાં રોજે રોજ અલગ અલગ રાજ્યોમાં મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો તથા મંત્રીઓ સહિતના વિવિઆઈપી મહેમાનો આવી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ સહિત આસપાસના વિસ્તારોમાં બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નવી ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી નર્મદા પોલીસ SRP અને CISF ના જવાનો દ્વારા સુરક્ષા માં વધારો કરાયો છે
આગામી ૧૫ મી નવેમ્બરે પીએમ મોદીનો ડેડિયાપાડા ખાતે આવી રહ્યાં છે જ્યાં મોટો કાર્યક્રમ છે હોવાને લીધે અન્ય રાજ્યો માંથી કોઈ ઘૂંસપેઠના થાય એને લઈને પણ પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે





