GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો

 

MORBI:મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો

 

 

Oplus_0

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં હર્ષોલ્લાસ સાથે પ્રવેશોત્સવ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ધો.1 માં નવો પ્રવેશ મેળવનાર બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અને ગોર ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રવીભાઈ હુંબલ દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને બટુક ભોજન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં અશોકભાઈ દેસાઈ (મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ), પરેશ ભાઈ રૂપાલા (તાલુકા પંચાયત સદસ્ય નાની વાવડી), સાગર ભાઈ સદાતીયા ( મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ) તથા ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઇ મોરડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!