NANDODNARMADA

નર્મદા જિલ્લામાં ૩૬ શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રકો એનાયત કરાયા

નર્મદા જિલ્લામાં ૩૬ શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રકો એનાયત કરાયા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

ગુજરાત રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. “શિક્ષણ સહાયક ભરતી-2024”ના હેતુસર સમગ્ર રાજ્યમાં શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રો આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તે અનુસંધાને નર્મદા જિલ્લામાં તારીખ ૨૪મી જુલાઈ, ૨૦૨૫ના રોજ સરકારી માધ્યમિક શાળાઓ માટે ફાળવાયેલા ૫ પૈકીના તમામ ૫ ઉમેદવારો અને ૨૮મી જુલાઈના રોજ બિનસરકારી માધ્યમિક શાળાઓ માટે ફાળવાયેલા ૩૭માંથી ૩૩ ઉમેદવારોને જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. કિરણબેન પટેલના હસ્તે નિમણૂંક પત્રકો રાજપીપલાની સરકારી હાઈસ્કૂલ ખાતે એનાયત કરવામાં આવ્યા હતા

Back to top button
error: Content is protected !!