PANCHMAHALSHEHERA

*પંચમહાલ જિલ્લામાં ૪૩૨ પંચાયતના કુલ ૧૩,૯૪૫ આવાસોનું ઈ- લોકાર્પણ કરાયું*

નિલેશકુમાર દરજી શહેરા

__________

*વડાપ્રધાનશ્રીના હસ્તે અને મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં હાલોલના ૩૫૨૬,શહેરાના ૩૪૦૧,કાલોલના ૨૬૪૯,મોરવા હડફના ૨૫૬૯ અને ગોધરાના ૧૮૦૦ આવાસોનું ઈ-લોકાર્પણ કરાયું ‘ વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારની કુલ ૪૩૨ પંચાયતના રૂ.૧૬૭.૩૪ કરોડના કુલ ૧૩,૯૪૫ આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શહેરાના ડોકવા ખાતેથી વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને જિલ્લા કલેકટર આશિષ કુમાર,નાયબ કલેકટર નિહાર ભેટારીયાની ઉપસ્થિતિમાં ૩૪૦૧ આવાસોનું લોકાર્પણ કરાયું હતું.

મોરવા હડફ ખાતેથી ધારાસભ્ય  નિમિષાબેન સુથાર,જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  કવિતાબેન,જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા,તાલુકા વિકાસ અધિકારી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૨૫૬૯ આવાસોનું લોકાર્પણ કરાયું હતું.

ગોધરાના એસ.આર.પી. ગ્રૂપ-૫ના મેદાન ખાતેથી ધારાસભ્ય સી.કે.રાઉલજી,ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત સહિતની ઉપસ્થિતિમાં કુલ ૧૮૦૦ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ તકે લાભાર્થીઓએ આવાસ યોજનાનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર પ્રધાનમંત્રીશ્રીનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો હતો.

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુકત પ્રયાસો થકી જિલ્લાની પાંચેય વિધાનસભા વિસ્તારમાં વિવિધ મહાનુભાવો,હોદ્દેદારો,અધિકારીશ્રીઓ,પદાધિકારીઓ અને બહોળી સંખ્યામા લાભાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!