HALOLPANCHMAHAL

હાલોલ-સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે સરકારી કર્મચારીઓ દ્વારા બેલેટ પેપર થી મતદાન કર્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૦.૪.૨૦૨૪

હાલોલ ના કંજરી રોડ સ્થિત સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે ૭મી મે ના રોજ યોજાવનાર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માં મતદાન મથક ઉપર ફરજ બજાવનાર અધિકારીઓ તેમજ કર્મચારીઓ એ સોમવાર અને મંગળવાર ના રોજ બેલેટ પેપર થી મતદાન કર્યું હતું.જયારે હાલોલ વિધાનસભા સિવાય અન્ય વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી કામે રોકાયેલા અન્ય કર્મચારીઓ ૧લી થી ૩જી મેં દરમ્યાન બેલેટ પેપર થી મતદાન કરશે.ગુજરાત રાજ્યમાં આગામી ૭ મી મે ના રોજ યોજાવનાર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ની વહીવટી તંત્ર દ્વવારા ચૂંટણી પ્રક્રિયા ની તમામ કામગીરી ની તડામાર તૈયારીઓ ની સાથે આખરી ઓપ આપી આજે ૨૧ છોટાઉદેપુર મતવિસ્તાર માં સમાવિષ્ટ ૧૨૮ હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં આવતા મતદારો ૭મી મે ના રોજ યોજાવનાર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માં મતદાન મથક ઉપર ફરજ બજાવનાર કેટેગરી ૨ ના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમજ અન્ય વિધાનસભા વિસ્તારમાં ફરજ બજાવવા માટે જનાર કર્મચારીઓ એ સોમવાર અને મંગળવાર ના રોજ બેલેટ પેપર થી મતદાન કરવા માટે હાલોલ ના કણજરી રોડ સ્થિત સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે ઉભું કરવામાં આવેલ મતદાન મથક માં સોમવાર ના રોજ પ્રીસાઈડીંગ ઓફિસર અને પુરુષ પોલિંગ ઓફિસરો એ મતદાન કર્યું હતું.જયારે આજે મંગળવાર ના રોજ મહિલા પોલિંગ ઓફિસરોએ મતદાન કર્યું હતું. જે પ્રક્રીયા મોડી સાંજ સુધી ચાલશે.જયારે કેટેગરી ૨ માં આવતા ચૂંટણી કામે રોકાયેલા અન્ય કર્મચારીઓ ૧લી થી 3જી મેં દરમ્યાન બેલેટ પેપર થી મતદાન કરશે. તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી આવ્યું છે.

Oplus_0

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!