NARMADATILAKWADA

તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના 09 માં વિશ્વ યોગ દિવસની વસુદૈવ કુટુંબકમ યોગની થીમ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના 09 માં વિશ્વ યોગ દિવસની વસુદૈવ કુટુંબકમ યોગની થીમ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર વસિમ મેમણ : તિલકવાડા

મળતી માહિતી અનુસાર આજ રોજ 21 જૂન વિશ્વ યોગ દિવસની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી માટે નર્મદા જિલ્લાના બે આઇકોનિક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઇનરેકા સંસ્થા દેડયાપાડા ની પસંદગી કરવામાં આવી હતી. તેના સમાંતર તાલુકા કક્ષાએ પણ શાળા કોલેજોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેના ભાગરૂપ તિલકવાડા શ્રી કે એમ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે મહાનુભવોની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી


નમોને પસંદ એ જ અમોને પસંદ. વાદ નહીં વિવાદ નહીં યોગ દિવસ સિવાય કોઈ વાત નહીં ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગને વિશ્વ ફલક ઉપર લઈ જઈ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વના જન જન ના આરોગ્યની ગુરુ ચાવી આપી છે. તેના કારણે આજે સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે યોગને આપણા જીવનનો એક ભાગ બનાવી રોગોને ભગાવી તંદુરસ્ત જીવનશૈલી અપનાવીએ ગુજરાતમાં યોગનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય જન સમુદાયના યોગ અંગે જાગૃતિ ફેલાઈ અને યોગ પ્રવૃત્તિ વધુ વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા 21 જૂન 2019 ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી યોગને પણ સ્પોર્ટ તરીકેની માન્યતા આપવામાં આવી. જેના ભાગરૂપ આજ રોજ 21 જૂન વિશ્વ યોગ દિવસની સમગ્ર દેશમાં ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે વિવિધ વિભાગ ના અધિકારીઓ વિવિધ શાળા ના વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિત મહેમાનો બાળકો અને વાલીઓની ઉપસ્થિતિમાં યોગ પ્રશિક્ષક વાલમભાઈ બારીયા તેમજ સુતરીયા રમેશભાઈ દ્વારા તમામને યોગની પ્રાથમિક ક્રિયાઓ જેવી કે હાથ ગરદન કમર પગના વિવિધ રોટેશનનો કરાવ્યા તેમજ યોગાસનમાં પદ્માસન / વજ્રાસન / તાડાસન / વૃક્ષાસન તેમજ પેટ ઉપરના અને પીઠ ઉપરના વિવિધ યોગ કરાવ્યા છેલ્લે હાસ્ય લાફિંગ કરીને કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!