NARMADATILAKWADA

તિલકવાડા નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હરસો ઉલ્લાશ સાથે બકરી ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી

તિલકવાડા નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હરસો ઉલ્લાશ સાથે બકરી ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી

બકરી ઈદ એ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર છે. આ તહેવારની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ઇસ્લામિક માન્યતા અનુસાર હજરત ઇબ્રાહિમે પોતાના દિકરા હજરત ઇસ્માઇલને આ દિવસે ખુદાના હુકમ પર ખુદાની રાહમાં કુરબાન કરી દીધો હતો. ત્યારે ખુદાએ તેમની કુરબાની જોઇને તેમના દિકરાને જીવનદાન આપ્યું હતું. આ પર્વને હજરત ઇબ્રાહિમની કુરબાનીની યાદમા મનાવવામાં આવે છે આ તહેવાર ની તિલકવાડા નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ પાઠવવાની સાથે બકરી ઈદ ના તહેવારને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે બકરી ઈદ એ મુસ્લિમ બિરાદરોનો મુખ્ય તહેવાર છે જે હજરતે ઇબ્રાહિમની કુરબાની ની યાદમાં મનાવવામાં આવે છે. ઇસ્લામ ધર્મમાં ગરીબોનું ખાસ ધ્યાન રાખવાની પરંપરા છે અને બકરી ઇદના દિવસે મુસ્લિમ બિરાદરો ગરીબો ઉપર વિશેષ ધ્યાન આપે છે. અને પૈગામ આપે છે કે તેઓ સાચા હૃદયથી પોતાની મનગમતી વસ્તુ બીજાની ખુશી માટે અલ્લાહની રાહમાં કુરબાન કરે છે. આ તહેવારની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપ તિલકવાડા નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા આજ રોજ બકરી ઈદ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો મસ્જિદે પહોંચી નમાજ અદા કરી સમગ્ર દેશમાં સુખ શાંતિ માટે અલ્લાહ પાસે દુઆ કરી એકબીજાને ગળે લગાવી બકરી ઇદ ની શુભેચ્છાઓ પાઠવી ભારે ઉત્સાહભેર બકરી ઈદ ના તહેવારની ઉજવણી કરવામાં આવી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!