
રાજપીપળામાં રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં શાંતિ સમિતિનીની બેઠક મળી
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલા શહેરમાં વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથ યાત્રા ધામધૂમથી નીકળે છે ચાલુ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે દિશામાં પોલીસ પ્રયાસ હાથ ધરી રહી છે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં રાજપીપલા પોલીસ મથક ખાતે નાયબ પોલીસ અધિક્ષક કુણાલસિંહ પરમાર રાજપીપલા ટાઉન તેમજ નાયબ પોલીસ અધિક્ષક કેવડિયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સંજય શર્મા ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી
રાજપીપળા પોલીસ મથકે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રાના આયોજકો તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રા સંદર્ભે આયોજકો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી રૂટ નિરીક્ષણ કર્યા બાદ તેમાં આવતા વિધનો દૂર કરવા રાજપીપળા નગરપાલિકા તેમજ વીજ કચેરીના અધિકારીઓને જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી હતી
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે રાજપીપળામાં શાંતિપૂર્ણ રીતે રથયાત્રા નીકળે તે દિશામાં પોલીસ પ્રયાસ કરી રહી છે આગેવાનો સાથે બેઠક મળી ચર્ચાઓ કરવામાં આવી તેમજ રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવા તેમજ સમગ્ર આયોજન સારીરીતે ગોઠવી દેવામાં આવ્યું છે શહેરમાં ફુટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે જે અસામાજિક તત્વો હોય છે તેમના ઉપર એક્શન પણ લેવામાં આવી છે અમે અપેક્ષા કરીએ છે કે તમામ લોકોના સહકારથી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય



