GUJARATLIMBADISURENDRANAGAR

લીંબડી વિધાનસભામાં સમાવિષ્ટ નિનામા, ધાંધલપુર તથા નાગડકા ગામે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિ અર્થે રેલીનું આયોજન

તા.19/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો વધુમાં વધુ મતદાન થકી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને અને એકપણ મતદાર મત આપ્યા વગર ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટના માર્ગદર્શન તળે જિલ્લામાં ગત વિધાનસભા ચૂંટણીમાં સ્ત્રી-પુરુષ મતદાનમાં જે વિસ્તારમાં ૧૦ ટકાથી વધુનો તફાવત જોવા મળ્યો હોય તેવા તમામ વિસ્તારોમાં “ચુનાવ પાઠશાળા” રૂપે મતદાન જાગૃતિનો મહાયજ્ઞ ચૂંટણી તંત્ર દ્વારા ચાલી રહ્યો છે જેના ભાગરૂપે ૬૧ – લીંબડી વિધાનસભા મતવિભાગના નિનામા, ધાંધલપુર તથા નાગડકા ગામે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ગામમાં મતદાન જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ‘મતદાન મારો હક્ક છે’ ‘મતદાતા બની મતદાન અચૂક કરીએ’, ‘મતદાન આપણી પવિત્ર ફરજ છે ‘ચાલો સંકલ્પ લઈએ અવશ્ય મતદાન કરીએ’ જેવા મતદારોને પ્રેરિત કરતાં ચૂંટણીલક્ષી સુત્રોના બેનરો સાથે ગામમાં રેલી યોજી શાળાઓનાં વિદ્યાર્થીઓએ ગ્રામજનોને અચૂક મતદાનનો સંદેશ આપ્યો હતો તેમજ સાયલા તાલુકાના કેસરપર અને ધારાડુંગરી ગામે સંકલિત બાળ વિકાસ અધિકારી કૈસર એમ.શેખની ઉપસ્થિતિમાં મહિલા મતદાન વધારવા માટે શેરી મીટીંગ યોજવામાં આવી હતી જેમાં મહિલાઓને ચૂંટણી અને મતદાન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ સહપરિવાર મતદાન કરવાના સંકલ્પ લેવડાવામાં આવ્યા હતા.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!