NANDODNARMADA

નર્મદા : ગોરા ઘાટના નવીનીકરણ દરમિયાન મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 3 શ્રમિકો દટાયા 

નર્મદા : ગોરા ઘાટના નવીનીકરણ દરમિયાન મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 3 શ્રમિકો દટાયા

 

રાજપીપળા : જુનેદ ખત્રી

આગામી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થનાર છે જેમાં રાષ્ટ્રીય એકતા પરેડ અને દિલ્હી રાજપથ જેવી મેગા પરેડ યોજાનાર છે. જેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ થઈ રહેલા વિવિધ વિકાસના કામો ખાતમુર્હતને લોકર્પણના કામો વહેલીતકે પૂરા કરવા માટે તંત્ર દોડતું થયું છે, ત્યારે નર્મદા નદી કિનારે ગોરા ઘાટ ખાતે ચાલી રહેલી નવીનીકરણની કામગીરી દરમિયાન દુર્ઘટના બની હતી. નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધરાસાઈ થતા અકતેશ્વર ગામમાં 3 સ્થાનિકો દટાઈ જતાં મૃત્યું નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે ફાયર ફાઇટર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ત્રણેવના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર અકતેશ્વર ગામના લોકો ઉમટી પડ્યા હતા અને કોન્ટ્રાક્ટ સામે ગુનો નોંધી ધરપકડ કરવાની માંગણી કરી હતી.

 

મૃતકોના નામ

– રોહિત રણછોડ તડવી (ઉં.વ.45)

– દિપક ભાણાભાઈ તડવી (ઉં.વ.40)

– શૈલેષ કનુ તડવી (ઉં.વ.37)

Back to top button
error: Content is protected !!