નર્મદા જિલ્લાના ઓરી ગામે નદીમાં ડૂબી ગયેલા આડેધનો મૃતદેહ પ્રેમાનંદ ઘાટ પાસેથી મળ્યો
SDRF ની ટીમે સઘન તપાસ કરતા બે દિવસે મૃતદેહ મળી આવતા પરિવારમાં ગમગીની
રાજપીપલા : જુનેદ ખત્રી
મળતી માહિતી મુજબ તા.૧૦/૧૦/૨૦૨૪ ના રોજ મરણ જનાર છનાભાઇ જયંતિભાઇ વસાવાની ઉંમર આ.૪૩ રહે. નાના પાટણા તા.નાંદોદ જી.નર્મદા નાઓ ઘરની નીચેના ભાગે આવેલ નર્મદા નદીમાં સાંજના અરસામાં નદીમાં નાહવા માટે ગયેલ પાણીમાં ડુબી જતા સ્થાનિક તરવૈયા તેમજ રાજપીપલા પાલિકાની ફાયર ટીમ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ ભાળ નહિ મળતા SDRF ની ટીમ દ્વારા શોધખોળ તપાસ કરતા ગુમ થનારની લાશ તા.૧૨/૧૦/૨૦૨૪ ના રોજ સવારના પ્રેમાનંદ ઘાટ પાસે ઓરી ગામેથી નર્મદા નદીમાંથી મળી આવી છે