NARMADATILAKWADA

વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરતા તિલકવાડા આરોગ્ય વિભાગ દ્વારા નગરમાં રેલી યોજી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો

વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરતા તિલકવાડા આરોગ્ય વિભાગ દ્વારા નગરમાં રેલી યોજી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો

રિપોર્ટર વસિમ મેમણ તિલકવાડ

પ્રાપ્ત વિગત અનુસાર આજે 11 જુલાઈ ના દિવસે સમગ્ર દેશમાં વિશ્વા વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ એક વાર્ષિક પ્રસંગ છે આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ વધતિ જતી વસ્તી અને વધુ પડતી વસ્તી સાથે ઉદ્ભવતા મુદ્દાઓ અને સમસ્યાઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે જેના ભાગરૂપ આજ રોજ તિલકવાડા તાલુકા હેલ્થ ઓફિસર ડો સુબોધકુમારના માર્ગદર્શન હેઠળ તિલકવાડા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં પોસ્ટર બેનર સાથે રેલીનું આયોજન કરીને લોકોને વધતી જતી વસ્તી પર નિયંત્રણ રાખવા સંદેશો પાઠવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે હાલ વધતી જતી વસ્તી એ ખૂબ વિકટ સમસ્યા છે. વધતી જતી વસ્તી સાથે અનેક સમસ્યાઓનો ઉદભવ થતો હોય છે. આ વધતી જતી વસ્તી ને નિયંત્રણ માં રાખવા અને લોકોને જાગૃત કરવા માટે સરકાર તરફથી અનેક પ્રયાસ પણ કરવામાં આવતા હોય છે. તેમ છતાં લોકો હજી પણ વસ્તી વધારાની સમસ્યાને સમજી શક્યા નથી ભવિષ્યમાં આ સમસ્યા દેશના વિકાસમાં અવરોધ સર્જી શકે છે ભારત એક લોક તાંત્રિક દેશ છે. સભાનતા અને શિક્ષણના પ્રચાર વગર વસ્તી વધારા પર કાબૂ મેળવવો અશક્ય છે. જેથી લોકોને જાગૃત કરવા ના ભાગરૂપ 11 જુલાઈના રોજ સમગ્ર દેશમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સંઘના સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની સંચાલન પરિષદ દ્વારા 1989 માં કરવામાં આવી હતી. આ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરતા આજ રોજ તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા બેનર અને પોસ્ટર સાથે નગરના વિવિધ વિસ્તારોમાં રેલીનું આયોજન કરી લોકોને વધતી જતી વસ્તીને નિયંત્રણ માં લાવવા માટે સંદેશો પાઠવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!