અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : રામગઢી ગામે આવેલ હીરો બાઈકના શો રૂમમાં આગની ઘટના, માલસામાન બળી ને ખાખ
ઉનાળાના સિઝનની ઋતુમાં આગ લાગવાના બનાવો ની અંદર દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર અરવલ્લી જિલ્લાની અંદર આગની ઘટના બનવા પામી હતી. જેમાં મળતી માહિતી અનુસાર મેઘરજના રામગઢીની અંદર આ આગની ઘટના સામે આવી છે જેમાં હીરો બાઇક ના શોરૂમ રામગઢી ગામ ખાતે આગ લાગી હતી. જેની અંદર શોરૂમમાં આગ લાગતા હેલ્મેટ સહિત વર્કશોપનો સામાન બળીને ખાખ થયો હતો. શોરૂમ માં આગ લાગતા હાલ તો એક લાખથી પણ વધુ નુકસાન થયાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે આ આ શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન માનવામાં આવે છે આગ લાગતા ફાયર ફાઈટર ને પણ જાણ કરવામાં આવી હતી ફાયર ફાઈટર એ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવ્યો હતો