NANDODNARMADA

નર્મદા : ઓનલાઈન દવાઓના વેચાણ પર પ્રતિબંધની માંગ, સમગ્ર જિલ્લાના કેમિસ્ટ હડતાળમાં જોડાયા 

નર્મદા : ઓનલાઈન દવાઓના વેચાણ પર પ્રતિબંધની માંગ, સમગ્ર જિલ્લાના કેમિસ્ટ હડતાળમાં જોડાયા

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

આજે ૨૦ મે ના દિવસે દેશવ્યાપી કેમિસ્ટો હડતાળ કરી રહ્યા છે જેમાં નર્મદા જિલ્લાના કેમિસ્ટ પણ જોડાયા હતા આજે રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં કેમિસ્ટો એ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો

હડતાળ સંદર્ભે તેઓની મુખ્ય માંગોમા દવાઓનું ગેરકાયદેસર ઓનલાઈન વેચાણ, નકલી કે ચકાસણી ન કરી શકાય તેવા પ્રિસ્ક્રિપ્શનો અને નકલી દવાઓનું ચલણ સમગ્ર આરોગ્યસંભાળ વ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યું છે. કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવતા ગેરકાયદેસર ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં આજે બંધ પડ્યું હતું

ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા પડતર માંગણીઓ સંદર્ભે ૨૦ મેના દિવસે એક દિવસ દવાની દુકાનો બંધ રાખવા આહવાન કર્યું છે જેમાં નર્મદા જિલ્લાના કેમિસ્ટ પણ જોડાયા હતા અને દવાની દુકાનો બંધ રાખી હતી

Back to top button
error: Content is protected !!