
રાજપીપળામાં કરજણ સિંચાઈ યોજનાનો ક્લાર્ક લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા રાજપીપળા કરજણ સિંચાઈ યોજનાનો રોજમદાર ક્લાર્ક એક નિવૃત્ત કર્મચારીના પેન્શન મંજુરી મામલે રૂ. 4500ની લાંચ લેતાં એસીબીના છટકામાં સપડાયો છે પ્રાપ્ત માહિતી મુજબ કરજણ સિંચાઈ યોજનામાં ફરજ બજાવી 30 સપ્ટે. 25ના રોજ નિવૃત્ત થયેલા કર્મચારી પેન્શન મંજૂર કરવા કચેરીના ધક્કા ખાતા હતા. ત્યારે કરજણ જળાશય સિંચાઈ યોજનામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા. મહેશ ખોડાભાઈ વસાવાએ આ નિવૃત્ત કર્મચારી પાસે સરિ્વસ બુક એન્ટ્રી પાડવા ગાંધીનગર મોક્લલી છે. આ બાબતે ગાંધીનગરના સાહેબને 4500 રૂપિયાનો વ્યવહાર કરવો પડશે કહી નિવૃત્ત કર્મચારી પાસે લાંચ માંગી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા. ના હોવાથી ફરિયાદીએ એ.સી.બી. નર્મદાનો સંપર્ક કરી ફરિયાદ આપતાં નર્મદા ACB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.વસાવા સાથે નર્મદાની ટીમે વડોદરા ઈનચાર્જ મદદનીશ નિયામક બી.એમ.પટેલના સુપર વિઝન હેઠળ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.,
આ લાંચના છટકા દરમિયાન રાજપીપળા સંતોપ ચોકડી પાસે મહેશ વસાવાએ ફરિયાદી સાથે. રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.4500 લાંચની રકમ સ્વીકારી તથા લાંચના છટકા દરમિયાન ગાંધીનગર ખાતે પેન્શન વિભાગના પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામક કચેરીના અધિકારી મુકેશ આર.પટેલે લાંચની સ્વીકૃતિ આપી બંને આરોપીએ એક્બીજાની મદદગારી કરી સ્થળ ઉપર પકડાઈ, જઈ ગુનો કર્યો હોવાથી એસીબીએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે




