નર્મદા: પ્રતિ વર્ષ બોલાવવાની મિટિંગ ત્રણ વર્ષે બોલાવવામાં આવતા કલેક્ટર લાલઘૂમ , અધિકારીઓને ફોન કરી બોલાવ્યા
જીલ્લા મા પાંજરાપોળ બનાવવા ના ચક્રો ગતિમાન કોઈ દાતા ને પાંજરાપોળ માટે જમીન દાન કરવી હોય તો દાન કરવા નર્મદા કલેકટર ની અપીલ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા કલેકટર એસ.કે.મોદીના અધ્યક્ષતામાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પ્રાણી ક્રુરતા અત્યાચાર નિવારણ સોસાયટી નર્મદાની વાર્ષિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગત સાધારણ સભાનનું પ્રોસીડીંગની ચર્ચા, જિલ્લામાં સુચિત પાંજરાપોળ બનાવવા માટે જમીન મેળવવા બાબત તેમજ પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટી, નર્મદા ખાતે એક પશુચિકિત્સા અધિકારી તથા એક વાહન આઉટસોર્સથી રાખવા અંગેની ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
પ્રાણી ક્રુરતા અત્યાચાર નિવારણ સોસાયટી ની બેઠક મા નર્મદા જીલ્લા કલેકટર તો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ અન્ય મેનેજીંગ કમિટી સદસ્યો ના આવતા તેઓ ને નર્મદા કલેકટર એ અંગત રસ દાખવી ફોન કરી મહત્વ ની આ મિટિંગ મા હાજર રહેવા જણાવ્યું હતું જેથી જીલ્લા પોલીસ વડા, ડેપ્યુટી કલેક્ટર, નર્મદા આર ટી ઓ ત્વરિત ઉપસ્થિત થયા હતા.
બેઠકમાં જિલ્લા કલેકટર એ પ્રાણી ક્રુરતા નિવારણ અંગે ત્વરિતપણે કાર્યવાહી કરવા જમીન મેળવવાની કાર્યવાહી કરવામાં આવે તેમજ ત્રણ મહિને આ સમિતિની મિટીંગ રાખવા બાબત, પશુચિકિત્સા અધિકારીની જોગવાઈ કરવા અંગે દરખાસ્ત કરવામાં આવે. પોલીસ સાથે સંકલનમાં રહીને સ્થાનિક કક્ષાએ થતી મુશ્કેલીનું નિરાકરણ લાવવા જણાવ્યુ હતું. નર્મદા જીલ્લા કલેકટર એસ કે મોદી એ કોઈ દાતા ને પાંજરાપોળ માટે પોતાની જમીન જો દાન કરવી હોય તો તે માટે પણ અપીલ કરી હતી