BANASKANTHADEESA

ડીસાના સાંડીયા ગામે નકળંગ યુવા મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

વૃક્ષો વાવો અને વરસાદ લાવો

વૃક્ષો વાવો અને વરસાદ લાવો. ગરમીનું પ્રમાણ ઘટાડો આ સૂત્રને સાર્થક કરવા ડીસા તાલુકાના સાંડિયા ખાતે આવેલ રમત ગમતના મેંદાના ચારે બાજુ નકલંગ યુવા મિત્ર મંડળ અને રમતવીરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

મુકેશસિહ વાધેલા જણાવ્યું હતું કે હાલમાં કાળજાળ ગરમી પડી રહી છે આવતા વર્ષોમાં અત્યારે જે ગરમીનો પારો ઊંચક્યો છે તેમાંથી વધુ ઊંચકી શકે છે જેની એકજ કારણ, ધરતી પર વૃક્ષો ઓછા થઈ રહ્યા છે, જેના માટે દરેક લોકોએ વૃક્ષો વાવવાનું કાર્ય હાથ ધર્યું છે.

રતનસિહ વાધેલા અને પ્રેમજી વાઘેલાએ જણાવ્યું હતું કે જણાવ્યું કે, વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે. વૃક્ષોના જતનથી વૃક્ષારોપણનું જે ઉમદા કાર્ય છે જે હેતુને સિદ્ધ કરવા માટે વર્તમાન સમયમાં દરેક નાગરિક વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો પણ હરિત ક્રાંતિ સર્જાઈ શકે છે. વૃક્ષારોપણ પર્યાવરણ અને સમાજ બન્ને માટે અત્યંત ઉપયોગી છે જે અંતર્ગત સાંડિયાના ગામ રમત ગમત મેદાન ખાતે નકળંગ યુવા મિત્ર મંડળ દ્વારા વૃક્ષા રોપણનો કરવામાં આવ્યો હતું….

ભરત ઠાકોર ભીલડી

Back to top button
error: Content is protected !!