
નર્મદા પોલીસની પ્રશંસનીય કામગીરી : વર્ષ દરમિયાન ૧૭૦ જેટલા ગુમ થયેલા મોબાઈલ શોધીને માલિકોને પરત કર્યા
રાજપીપલા : જુનેદ ખત્રી
જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ સાયબર ક્રાઇમ તેમજ મોબાઇલ ચોરી થવાની ઘટનાઓ પણ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે પરંતુ ગુજરાત પોલીસ દ્વારા જે પ્રમાણે અથાક મહેનત કરીને લોકોના ગુમ થયેલા મોબાઈલ પરત મેળવી આપવામાં આવતા હવે લોકોની આશા જાગી ઉઠી છે આજે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની અધ્યક્ષતામાં રાજપીપળા પોલીસ મથક નું વાર્ષિક ઇન્સ્પેક્શન નું આયોજન કરાયું હતું જેમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ૫૯ જેટલા ગુમ થયેલા ચોરાયેલા મોબાઈલ પોલીસ દ્વારા શોધી કાઢી માલિકોને પરત આપવામાં આવ્યા હતા ત્યારે મોબાઈલ માલિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમમાં નાદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા
આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે જણાવ્યું હતું કે મોબાઈલ ચોરી અને સાયબર ફ્રોડ વધી રહ્યા છે તેની સાથે સાથે પોલીસ પણ સતર્ક બની છે નર્મદા પોલીસે જે પ્રમાણે ચોરાયેલા ગુમ થયેલા મોબાઈલો શોધીને માલિકોને પરત કરવામાં આવ્યા છે તે કામગીરીને બિરદાવી હતી વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારે પોલીસની કામગીરીથી લોકોમાં એક વિશ્વાસ બંધાયો છે કે ચોરાયેલા મોબાઈલ પણ પરત મળી શકે છે નર્મદા પોલીસે વર્ષ દરમિયાન કુલ ૧૭૦ જેટલા ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢીને માલિકોને પરત કર્યા છે ત્યારે આ કામગીરીને જિલ્લા પોલીસ વડાએ બિરદાવી હતી
આ બાબતે પોતાનો ગુમ થયેલો મોબાઈલ પરત મેળવીને માલિકો પણ ભાવિભોર થયા હતા અને પોલીસની કામગીરીને બિરદાવી હતી ઉપરાંત લોકોને મેસેજ આપ્યો હતો કે ભલે સામાન્ય ચોરી પણ થઈ હોય કે કોઈ અ કાલ્પનિક ઘટના બની હોય ત્યારે પોલીસનો જરૂરથી સંપર્ક કરવો જોઈએ તેવો એક સંદેશ પ્રજાને આપ્યો હતો






