પાલનપુરમાં પારપડા રોડ ઉપર એક કરોડના ખર્ચે ભગવાન પરશુરામનું ભવ્ય મંદિર નું નિર્માણ થશે ભૂદેવો દ્વારા પૂજન કરવામાં આવ્યું
16 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર આબુ હાઇવે તરફ જવાના પારપડા રોડ ઉપર ભગવાન પરશુરામ ધામનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં એક કરોડના ખર્ચે ભગવાન પરશુરામ નું ભવ્ય મંદિર તેમજ સાંસ્કૃતિક ભુવન તૈયાર થશે આ ભૂમિ પૂજન માં પાલનપુર શહેર તેમજ અન્ય જિલ્લાના ભૂદેવો મોટી સંખ્યામાં હાજર રહી વિધિ સર પૂજન કરાયું હતું.પાલનપુર પારપડા રોડ ઉપર અંદાજે એક લાખ 72 હજાર ચોરસ ફૂટ ની વિશાળ જગ્યામાં પરશુરામ ધામ ની ભૂમિ તૈયાર થઈ રહી છે જેને લઈ લે આ ભૂમિ ઉપર એક કરોડના ખર્ચે ભગવાન પરશુરામ નું ભવ્ય મંદિર નિર્માણ પામશે કેટલાક ભૂદેવ દાનથી પરશુરામ ભગવાનનું મંદિર તેમજ ભૂદેવો માટે રાહત દરે તો પ્લોટીંગ બંગ્લોઝ જેવી સ્કીમો નું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પરશુરામ ધામની ભૂમિ પૂજન માં ધારાસભ્ય અનિકેત ઠાકર મુખ્ય સંયોજક શૈલેષ ભાઈ જોશી અને અશ્વિન ભાઈ પી દવે ,ડામરાજી રાજગોર, બાબુલાલ રાજગોર,કલ્પેશ રાવલ,ભાવેશ રાવલ .આશા રાવલ, શંભુભાઈ ઠાકર ,ગજેન્દ્રભાઈ જોશી , મનોજભાઈ ઉપાધ્યાય,અરુણભાઈ જોશી. નવીનભાઈ ત્રિવેદી. .જેવા અનેક અગ્રણીઓ હાજરી આપી હતી અનેક ભૂદેવ અગ્રણીઓનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું પાલનપુર શહેરમાંથી અનેક ભૂદેવ પોતાના પરિવાર સાથે પરશુરામ ધામની ભૂમિ પૂજન વખતે હાજરી આપી હતી