
નર્મદા જિલ્લામાં ચકચારી બોગસ આવકના દાખલા મામલે મુખ્ય આરોપી દર્પણ પટેલના આગોતરા જામીન ના મંજૂર
જુનેદ ખત્રી : રાજપીપળા
RTE હેઠળ આવક મર્યાદામાં આવતા વાલીઓ વિના મૂલ્યે ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા પાત્ર થાય તેવી સરકારે સુવિધા પૂરી પાડી છે ત્યારે કેટલાક તક સાધુઓ બનાવટી આવકના દાખલા બનાવી આ યોજનાનો ગેરલાભ લેતા હોવાનું નર્મદા જિલ્લામાં બહાર આવ્યું છે જે બાદ તલાટી ના નકલી સિક્કા બનાવી કોભાંડ કરનાર પાંચ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે
આ ઘટના બાદ પોલીસ એકશનમાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ માટે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ SIT નું ગઠન કર્યું છે જેમાં એ એસપી લોકેશ યાદવની અધ્યક્ષતામાં રચાયેલી SIT સમગ્ર મામલે હાલ તપાસ કરી રહી છે
પોલીસે અત્યારસુધી તપાસ બાદ કુલ ૦૯ આરોપીઓની ધરપકડ હાથ ધરી છે પરંતુ મુખ્ય આરોપી દર્પણ પટેલ હજુ પણ પોલીસની પકડથી દૂર છે આજે રાજપીપળા કોર્ટે તેના આગોતરા જામીન ના મંજૂર કર્યા છે
બોક્ષ
મુખ્ય આરોપી ભાજપ સાથે સંકળાયેલો હોવાથી પકડથી દૂર : ચૈતર વસાવા
આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા છે કે આરોપીઓ ભાજપ સાથે સંકળાયેલ છે જેથી તપાસ ધીરી ચાલી રહી છે પોલીસ આરોપીઓ ને છાવરી રહી છે
બોક્ષ
ભાજપ કોંગ્રેસ આપ બધી પાર્ટીના કાર્યકરો આ કેસમાં સંકળાયેલા છે : ભાજપ સાંસદ મનસુખ વસાવા
સમગ્ર મામલે સંસદ મનસુખ વસાવાએ ભાજપના નેતાઓ સહિત કોંગ્રેસ અને આપના કાર્યકરો પણ સંકળાયેલા હોવાના આક્ષેપ કર્યા હતા અને આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી પોલીસ ઢીલી કાર્યવાહી કરી રહી હોવાના આક્ષેપ પણ કર્યા હતા


